નેશનલ

હવે હવામાં ઉડશે માણસ, ‘વરુણ’ છે તૈયાર

Text To Speech

ભારતીય નૌકાદળે વધુ એક સિદ્ધિ હાંસલ કરી કરી છે. તાજેતરમાં, ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ ‘INS વિક્રાંત’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભર ભારત અભિયાન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ત્યાં જ ભારતીય નેવી દેશનું પહેલું એવુ ડ્રોન લોન્ચ કરવા જઈ રહી છે કે જે માણસને લઈને ઊડી શકે છે.ઉપરાંત આ ડ્રોન  100 કિલો વજન સાથે ઉડી શકે છે. આ ડ્રોનનું નામ ‘વરુણ’ રાખવામાં આવ્યું છે. આ ડ્રોન 25થી 30 કિ.મી.નો પ્રવાસ માત્ર 30 મિનિટમાં પૂરો કરી શકશે.

ભારતીય નૌસેનાએ નિવેદનમાં કહ્યું કે આ ડ્રોન પૂણે સ્થિત ‘ભારતીય સ્ટાર્ટઅપ સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેને ટૂંક સમયમાં નેવીમાં પણ સામેલ કરવામાં આવશે.

ડ્રોન - Humdekhengenews

જુલાઈમાં કરવામાં આવ્યું હતું પરીક્ષણ

જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે જ આ ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં તેમની સાથે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા. તેનો વીડિયો નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : WHOનું ભારતની કફ સિરપ બનાવતી કંપની સામે એલર્ટ જાહેર

ઈમરજન્સીમાં પેરાશૂટ દ્વારા કરી શકાશે સુરક્ષિત લેન્ડિંગ

કંપનીના સ્થાપક નિકુંજ પરાશરે કહ્યું કે, “આ ડ્રોન હવામાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ પણ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સક્ષમ છે. તેમાં પેરાશૂટ પણ છે, જે ઈમરજન્સી વખતે આપોઆપ ખુલી જશે અને ડ્રોન સુરક્ષિત રીતે લેન્ડ થઈ જશે. તેની સાથે વરુણનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ અને દૂરના વિસ્તારોમાં માલસામાનની હેરફેર માટે કરી શકાય છે. આ સિવાય આ ડ્રોનથી દેશની સુરક્ષા મજબૂત થઈ શકશે. આ સિવાય તેનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીમાં પણ થઈ શકશે.”

અમેરિકાએ 2016માં તૈયાર કર્યું હતું આવુ ડ્રોન

વિશ્વનું પ્રથમ માણસને લઈને ઉડતું ડ્રોન ‘The Ehang184’ અમેરિકા દ્ધારા 2016માં તૈયાર કરવામાં આવ્યું હતું. તે નાનું પર્સનલ હેલિકોપ્ટર હતું, જે માત્ર એક જ પેસેન્જરને લઈ જવા માટે સક્ષમ હતું. તે 100 કિલો સુધીનું વજન સહન કરી શકતું હતુ.

Back to top button