હવે સુપ્રીમ કોર્ટના ચુકાદો ગુજરાતીમાં મળશે, મુખ્ય ન્યાયાધીશે આપી માહિતી
સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં એક મહત્વની જાહેરાત કરી છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે હવે સસુપ્રીમ કોર્ટના નિર્ણયોની નકલ ટૂંક સમયમાં હિન્દી સહિત દેશની પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે લોકોને કોર્ટના નિર્ણય વિશે તેમની ભાષામાં માહિતી મળશે.
શનિવારે દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મુંબઈના દાદરના યોગી ઓડિટોરિયમમાં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, દેશના અંતિમ વ્યક્તિને સસ્તેમાં અને ઝડપથી ન્યાય મળે, તેના માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે. જ્યાં સુધી આપણા દેશના નાગરિકને તે ભાષામાં કોર્ટના ચુકાદાની જાણકારી નહીં મળે, જે ભાષા તે સમજે છે, ત્યાં સુધી ન્યાયની વ્યવસ્થાની સાર્થકતા સાબિત નહીં થાય.
શું કહ્યું હતું CJI ચંદ્રચુડે ?
દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કોર્ટના ચુકાદાઓને લઈને એક મહત્વની જાહેરાત કરી હતી. આ જાહેરાત દ્વારા હવે સામાન્ય લોકોને કોર્ટના નિર્ણય અંગે ભાષાને લઈને મુશ્કેલી પડશે નહીં. હવે હિન્દી તેમજ અન્ય પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ થશે તેવી જાહેરાત કરી હતી. આ અગાઉ કોર્ટના ચુકાદાઓ ફક્ત અંગ્રેજીમાં જ ઉપલબ્ધ થતા હતા જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ પણ વાંચો : સર્વેમાં દાવો : શું રાહુલ ગાંધીની લોકપ્રિયતા ‘ભારત જોડો યાત્રા’થી વધી ?
મુખ્ય ન્યાયાધીશે કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે કોર્ટને પેપરલેસ અને ટેકનોલોજી-સક્ષમ બનાવવાનું મારું મિશન છે. આ ઉપરાંત ન્યાયતંત્રમાં મહિલાઓની વધતી ભાગીદારીની પ્રશંસા કરતાં તેમણે યુવા અને નવા વકીલોને વધુ તકો આપવા પર ભાર મૂક્યો હતો. તેણે કહ્યું કે હું રોજ અડધો કલાક યુવા વકીલોને સાંભળું છું. આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા તૈયાર કરાયેલ સિવિલ અને ક્રિમિનલ પ્રેક્ટિસ હેન્ડબુક બહાર પાડી હતી. આ સાથે તેણે BCMGની એર ન્યૂઝ અને વ્યૂઝ ચેનલ પણ શરૂ કરાવી હતી.