એજ્યુકેશનગુજરાત

હવે કમ્પ્યુટર ફી ત્રણ ઘણી વધારે ચૂકવવી પડશે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક લેવાયો નિર્ણય

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ગાંધીનગર ખાતે બૈઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. આજે મળેલી આ સામાન્ય સભામાં 15 પ્રસ્તાવ રજૂ કરવામા આવ્યો હતો જે પૈકી માત્ર એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

કમ્પ્યુટરની ફીમાં વધારો કરાયો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં 15 પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે જે પૈકી માત્ર એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ સભામાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો કે શાળાઓમાં કોમ્પ્યુટરની ફીમાં છેલ્લા 26 વર્ષથી કોઈપણ જાતનો વધારો કરવામાં આવેલ ન હોય આ ફીમાં રૂ.400નો વધારો કરવા અંગેની માંગ કરવામાં આવી હતી પરંતુ માત્ર રૂ.150નો વધારો કારોબારી સમીતી દ્વારા મંજૂર રાખવામાં આવ્યો છે.

વાર્ષિક ફી રૂ.  1800 ભરવી પડશે

આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં કમ્પ્યુટર વિષયની ફી વધારીને રૂ. 400 કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જે અંગે બોર્ડ દ્વારા હવે કોમ્પ્યુટર વિષયની ફી રૂપિયા 150 કરવામાં આવી હતી. હાલ કમ્પ્યુટર વિષયની ફી રૂ. 50 વસૂલાય છે જે હવેથી રૂ. 150 કરવામાં આવી છે. આમ કોમ્પ્યુટર વિષયની ફી હવે ત્રણ ઘણી વધી ગઈ છે. હવેથી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિષયની વાર્ષિક ફી રૂ. 600ની બદલે 1800 ભરવી પડશે.

કમ્પ્યુટર ફીમાં વધારો-humdekhengenews

15 પ્રસ્તાવ પૈકી માત્ર એક પ્રસ્તાવ મંજૂર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સભામાં 15 પ્રસ્તાવ પૈકી વિદ્યાર્થીઓ માટેની આચારસંહિતા, આદર્શ નાગરિક બનવા માટે આદર્શ વિદ્યાર્થી બનાવવાનો પ્રસ્તાવ બોર્ડની બેઠકમાં મંજુર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસ, ગૃહકાર્ય, શિસ્ત અને શૈક્ષણિક વિકાસને આવરી લેવામાં આવશે.

ભારતીય સંસ્કૃતિ મુજબ શિક્ષકોને કપડા પહેરવાના પ્રસ્તાવનો અસ્વીકાર

આ સભામાં રાજ્યની શાળામાં ભારતીય સંસ્કૃતિ મુજબ શિક્ષકોને કપડા પહેરવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો હતો. જેનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો છે. શાળામાં શિક્ષકોને કેવા કપડા પહેરવા તે બાબતે જે તે શાળા જ નિર્ણય કરે તેવું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટને ઝડપી પાડ્યો

Back to top button