હવે AMCબજેટ સત્રમાં પણ અદાણીનો મુદ્દો ગુંજ્યો, હોબાળો થતાં બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રખાયું
અમદાવાદ મહાનગર પાલિકાનું વિશેષ બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આ બજેટ સત્રના બીજા દિવસે એએમસીના રૂપિયા 9482 કરોડના જનરલ બજેટ પર ચર્ચા કરાઇ હતી. આ દરમિયાન બજેટ સત્રમાં અદાણી મુદ્દે હોબાળો થયો હતો. જેના કારણે બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રખાયું હતું.
AMCબજેટ સત્રમા અદાણી મુદ્દે હોબાળો
અમદાવાદ મહાનગર પાલિકાના બજેટસત્રમાં અદાણીનો મુદ્દો ગૂંજ્યો હતો. બજેટસત્ર દરમિયાન અદાણી મુદ્દે હંગામો થતા બજેટ સત્ર એક કલાક માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. AMCમાં બજેટ સત્રમાં આજે અદાણીના કારણે મામલો ગરમાયો હતો. વિપક્ષના હોબાળા બાદ ચર્ચા મોકૂફ કરી દેવામાં આવી હતી.
વિપક્ષે લગાવ્યા આ આરોપો
એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અદાણીને ફાયદો કરવામાં આવ્યો છે. અદાણી કંપનીને દ્વારા CNG ગેસ સ્ટેશન માટે જમીન ફાળવણી કરાઇ હતી. AMTS વિભાગના શહેરમાં 10 ક્રીમ વિસ્તારમાં આવેલા કરોડો રૂપિયાની કિંમતના પ્લોટ માત્ર નજીવી કિંમત અને સ્ક્રીમના નામે અદાણી કંપનીને આપી દેવામાં આવ્યા છે. તેમજ AMCની હદમાં અદાણીની જે પાઈપલાઈન નાખેલી છે તેનો 12 કરોડથી વધુનો ટેક્સ ચૂકવવાનો બાકી છે. તેમ છતા સત્ત પક્ષ અને AMCદ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ?
ભાજપના જૈનિક વકીલે આપ્યો આ જવાબ
વિપક્ષે કરેલા આરોપ પર રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વળતો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે વિપક્ષ ખોટી માહિતી આપવામા આવી રહી છે. અને અદાણી કંપનીના ટેક્ષનો મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. એટલે આ બાબતે કોઇ ચર્ચા કરવાનો કે આરોપ લગાવો પ્રશ્ન જ ઉભો થતો નથી. તેમજ તેમણે કહ્યું કે વિપક્ષ કાઉન્સિલરો પાકિસ્તાનના એજન્ટ તરીકે વર્તન કરી રહ્યા છે. અને કોગ્રેસ દેશમાં દેશમાં આર્થિક તંત્રને ખોટ આપવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં iPhone માટે ડિલિવરી બોયની હત્યા, 3 દિવસ ઘરમાં રાખી લાશ