ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

હવે Swiggyનો પણ IPO પણ બહાર પડશે જેનાથી કંપની 1.2 બિલિયન ડોલરનું ભંડોળ એક્ત્ર કરશે

Text To Speech

નવી દિલ્હી, 25 એપ્રિલ: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM)માં તેના IPO અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તેના IPOને શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે. કંપની IPO દ્વારા 1.2 બિલિયન ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. સૌથી પહેલા માર્ચ 2022માં સમાચાર આવ્યા હતા કે સ્વિગી પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.  રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (આરઓસી)ને જમા કરાયેલી રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, સ્વિગીએ IPOમાં નવા શેરો જારી કરીને 3,750 કરોડ (આશરે 45 કરોડ ડોલર) અને ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા 6,664 કરોડ રુપિયા (લગભગ 80 કરોડ ડોલર)ઊભા કર્યા છે. કંપની 10 મિલિયન ડોલર સુધી એકત્ર કરવાની યોજના બનાવવામાં આવી છે.

Swiggy એન્કર રોકાણકારો પાસેથી 750 કરોડ રુપિયા એકત્ર કરશે

સ્વિગીએ હજુ સુધી દેશના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBI પાસે તેના IPO ના દસ્તાવેજો સબમિટ કર્યા નથી. કંપની IPO પહેલાના રાઉન્ડમાં એન્કર રોકાણકારો પાસેથી લગભગ રૂ.750 કરોડ એકત્ર કરવા માંગે છે.

શ્રી હર્ષ મજેટી અને નંદન રેડ્ડીને કંપનીએ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પસંદ કર્યા

આ જ EGMમાં, સ્વિગીએ શ્રીહર્ષ મેજેટી અને નંદન રેડ્ડીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. મજેટીને મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ તરીકે નામ આપવામાં આવ્યું હતું, જ્યારે રેડ્ડીને સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને ઈનોવેશનના વડા તરીકે નામ આપવામાં આવ્યું હતું.

એપ્રિલ-ડિસેમ્બર 2023માં $207 મિલિયનની ખોટ

એપ્રિલ-ડિસેમ્બર 2023 દરમિયાન સ્વિગીએ $207 મિલિયનની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક $1.02 બિલિયન હતી. નાણાકીય વર્ષ 2022-23માં સ્વિગીની આવક $1.05 બિલિયન હતી.

આ પણ વાંચો: મુકેશ અંબાણીના 1 રુપિયાવાળા પ્લાનથી OTT બિઝનેસ બદલાશે, Amazon-Netflixને થશે મોટી અસર

Back to top button