ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભ્રષ્ટાચારની હદ થઈઃ નાયબ કલેકટર, એએસઆઈ બાદ હવે રાજ્ય વેરા અધિકારી એસીબીની ઝપટે ચડ્યો

Text To Speech

ગાંધીનગર, તા.1 માર્ચ, 2025: ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝે મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.

ફરીયાદીના ધંધાના જી.એસ.ટી. નંબરમાં ઓફીસનું સરનામું બદલવાના અને ધંધામાં એચ.એસ.એન.કોડ અને ધંધાનો હેતુ બદલવા સારૂ અને મેમો નહી આપવા સારૂ આ કામના આરોપીએ પ્રથમ રૂપિયા 50,000ની માંગણી કરી હતી. રકજકના અંતે રૂ.15,000 આપવાનું નક્કી કર્યું હતું. તે પૈકી રૂ.5000 પ્રથમ લાંચ પેટે લીધા હતા અને બાકીના રૂ.10,000 પછી આપવા જણાવ્યું હતું. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારતાં પકડાયો હતો.

થોડા દિવસ પહેલાં જ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં નાયબ કલેક્ટરને, જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેરને જ્યારે ખેરાલુમાં નાયબ મામલતદારને લાંચ લેતા ઝડપી લીધા છે. એસીબીએ ત્રણેય લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ બરેલીમાં બસ ટ્રોલી સાથે અથડાઈ, બે ગુજરાતીનાં મૃત્યુ

Back to top button