ટ્રેન્ડિંગમનોરંજન

હવે SRK નો પુત્ર પણ કરશે બોલિવુડમાં એન્ટ્રી, પોસ્ટ શેર કરી આપી જાણકારી

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક પ્રભુત્વ ધરાવે છે, હવે તેનો પુત્ર આર્યન ખાન પણ બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરુઆત કરશે, જો કે આર્યન એક અભિનેતા તરીકે બોલિવુડમાં ડેબ્યુ કરશે, તેવી ચર્ચાઓ એ જોર પકડ્યુ હતું, પરંતુ આ વાત હાલ ખોટી પુરવાર થઈ રહી છે, કારણ કે આર્યન ખાન એક હીરો તરીકે નહીં પરંતુ એક લેખક તરીકે બોલિવુડમાં પ્રવેશ કરશે, તેવા સમાચાર મળી રહ્યાં છે. આ વાતની પુષ્ટિ ખુદ આર્યન ખાને કરી છે.

આ પણ વાંચો : ઉત્તર કોરિયાની તાનાશાહી : ફિલ્મો બનાવવા અભિનેત્રી અને દિગ્દર્શક સાથે કરી આવી હરકત

આર્યન ખાન સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કરશે ડેબ્યુ

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન અભિનેતા તરીકે ડેબ્યુ કરશે તેવા સમાચાર મળી રહ્યા હતા પરંતુ આર્યન ખાને તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને માહિતી શેર કરી હતી કે તે પોતે હવે એક રાઈટર અને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આર્યન ખાનની આ પોસ્ટ બાદ તેના ફેન્સ અને બોલિવુડના સિતારોઓની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. તેમાં શાહરુખે ખુદ કોમેન્ટ કરીને પણ તેને પ્રોત્સાહિત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___)

આર્યન ખાને પોસ્ટ કરી આપી માહિતી

આર્યનએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેના દ્વારા તેણે જણાવ્યું છે કે તેણે તેની સ્ક્રિપ્ટ પર કામ પૂર્ણ કરી લીધું છે. શેર કરેલા ફોટામાં પૂલ ટેબલ પર તેમના નામની પુસ્તિકા દેખાઈ રહી છે. આ સાથે ટેબલ પર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું ક્લેપ બોર્ડ પણ જોવા મળે છે, જે સ્પષ્ટ કરે છે કે આર્યનની પહેલી સ્ક્રિપ્ટ તેના પિતા શાહરુખ ખાનની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ બનાવવામાં આવશે. આર્યનએ આ પોસ્ટમાં પોતાના પ્રોજેક્ટનું નામ છુપાવ્યું છે. પરંતુ તેનો પ્રારંભિક અક્ષર દેખાઈ રહ્યો છે, જેના પરથી સ્પષ્ટ છે કે તેનો પ્રોજેક્ટ ‘A’ થી શરૂ થશે. આર્યનની આ તસવીર શેર કરતાની સાથે જ તેની પોસ્ટ પર કમેન્ટ્સ શરુ થઈ ગઈ હતી. પુત્રની પોસ્ટ પર સૌપ્રથમ કોમેન્ટ કરતાં ગૌરી ખાને લખ્યું, હુ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહી છું.’ આ સાથે શાહરૂખ ખાને તેના પુત્રને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, ‘વાહ… તમે વિચારી રહ્યા છો, તમે વિશ્વાસ કરી રહ્યા છો, તે બધા સપના સાચા થશે. બસ હિંમત મારી પ્રાર્થના તમારી સાથે છે. આર્યનના માતા-પિતાની ટિપ્પણીઓ સિવાય, તેની પોસ્ટ પર બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓની ટિપ્પણીઓ આવવા લાગી છે, જેઓ તેને અભિનંદન આપી રહ્યા છે.

 

Aryan Khan and Suhana Khan - Hum Dekhenge News
Aryan Khan and Suhana Khan

શાહરુખ ખાનની પુત્રી પણ કરી રહી છે ડેબ્યુ 

અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની સાથે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુહાના ખાન ઝોયા અખ્તરની દિગ્દર્શિત ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કરશે. આ રીતે શાહરૂખ ખાનના બંને બાળકો ટૂંક સમયમાં જ બોલિવૂડની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે.

 

Election Result Update Hum Dekhenge News

Back to top button