ટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવિશેષ

હવે ટૂંક સમયમાં X પરથી કરી શકાશે ઓડિયો-વીડિયો કોલ: મસ્કે કરી મોટી જાહેરાત

Text To Speech

અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં જ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર વીડિયો અને ઑડિયો કૉલ્સની સુવિધા ઉપલબ્ધ થશે.તેણે કહ્યું કે આ નવું ફીચર એન્ડ્રોઇડ, iOS, PC અને Mac પર કામ કરશે.આ સાથે જ તેણે લખ્યું, “X પર ટૂંક સમયમાં ઑડિયો અને વીડિયો કૉલિંગ ફીચર આવી રહ્યું છે. તે iOS, Android, Apple Mac અને Microsoft કમ્પ્યુટર પર કામ કરશે.

Spacex Ceo Elon Musk Latest News in Gujarati, Spacex Ceo Elon Musk Top Headline, Photos, Videos Online | TV9 Gujarati

આ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં. X આ કોલ્સ માટે વૈશ્વિક એડ્રેસ બુક હશે. આ ફીચરની આ સૌથી ખાસ બાબત હશે.”ટ્વિટર પર વીડિયો અને ઓડિયો કોલ કરવાની સુવિધા કેટલા સમય સુધી ઉપલબ્ધ રહેશે તે અંગે મસ્ક કે ટ્વિટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.એલોન મસ્કની પોસ્ટ પરથી મળેલી માહિતી અનુસાર, X (Twitter)માં ઉમેરવામાં આવનાર આ નવું ફીચર એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા યુઝર્સ ઉપરાંત Apple iPhone અને Macનો ઉપયોગ કરતા યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.

Apple iPhone અને Macનો ઉપયોગ કરતા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. મસ્ક આ ફીચર વિશે દાવો કરે છે કે આ ફીચરની સૌથી મહત્વની વાત એ હશે કે ફોન નંબર વગરના યુઝર્સ ઓડિયો અને વીડિયો કોલનો આનંદ માણી શકશે. મસ્ક આ ફીચર વિશે દાવો કરે છે કે આ ફીચરની સૌથી મહત્વની વાત એ હશે કે ફોન નંબર વગરના યુઝર્સ ઓડિયો અને વીડિયો કોલનો આનંદ માણી શકશે. આ બાબતોને જાણીને લોકો પણ ચોંકી ગયા છે. જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Xની કમાન સંભાળી છે, ત્યારથી પ્લેટફોર્મમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. એલોન મસ્ક યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે ધીમે ધીમે X માં નવા ફીચર્સ ઉમેરી રહ્યા છે.

આ પણ વાંચો : ઓગસ્ટ મહિનો કોરો રહ્યો! હવે સપ્ટેમ્બરમાં જૂઓ ક્યાં વરસાદ ધમધમાટો બોલવાશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

Back to top button