દિલ્હીમાં હવે કેજરીવાલ સરકાર ઉપર દારૂ બાદ વધુ એક કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જલ બોર્ડમાં થયેલા કૌભાંડને લઈને ભાજપે કેજરીવાલ સરકારને ઘેરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધુ એક મોટા કૌભાંડનો દાવો કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ભ્રષ્ટાચાર કેજરીવાલની ગેરંટી છે. જલ બોર્ડમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ત્યારે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને પત્ર લખીને તપાસની માંગ કરી છે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાંધકામમાં પણ કૌભાંડ
આ આક્ષેપો અંગેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌરવ ભાટિયાએ કહ્યું કે ભ્રષ્ટાચારનો કોઈ પર્યાય નથી, કૌભાંડો માટે કોઈ ઓળખાશે નહીં. લુંટ, કમિશન ફ્રોડમાં જો કોઈ નિષ્ણાત હોય તો તે દિલ્હી સરકાર છે. ક્રાઈમ માસ્ટર ગોગો અરવિંદ કેજરીવાલ જી પૂછે છે કે મારું કમિશન શું છે ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાંધકામમાં કૌભાંડ થયું છે. જેમાં બે કામ કરવાના હતા, એક અપગ્રેડેશન અને બીજું અપગ્રેડેશન સાથે ક્ષમતા વધારવાનું હતું. જેની કિંમત લગભગ 900 કરોડ રૂપિયા હતી. આ માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ અંદાજીત ખર્ચ કેવી રીતે ખોટો હતો અને તે અંદાજે 1500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ કૌભાંડ માટે વર્ષ 2022માં કોન્ટ્રાક્ટ અપાયો હતો
વધુમાં બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. 10 STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ) ને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરીમાં માત્ર અપગ્રેડેશનનું કામ કરવાનું હતું અને બીજી કેટેગરીમાં પણ અપગ્રેડેશનનું કામ કરવાનું હતું. તેની અંદાજિત કિંમત રૂ.1500 કરોડ હતી, પરંતુ દિલ્હી જલ બોર્ડે 2022 માં કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેનું કુલ મૂલ્ય આશરે રૂ. 1938 કરોડ હતું.