IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 : કોલકાતા સામે ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો

  • કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ
  • ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીત્યો
  • ગુજરાત ટાઇટન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

IPL 2023 ની 39મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જામશે. ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોલકાતાએ ગુજરાત સામેની છેલ્લી મેચમાં રોમાંચક જીત મેળવી હતી

કોલકાતાએ ગુજરાત સામેની છેલ્લી મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. ટીમે તેને અમદાવાદમાં 3 વિકેટે હરાવ્યો હતો. હવે ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે. કોલકાતા અને ગુજરાતની ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. જો આપણે KKRની છેલ્લી મેચ પર નજર કરીએ તો તેણે RCBને હરાવ્યું છે. જ્યારે ગુજરાતે મુંબઈને 55 રને હરાવ્યું છે.

કોલકાતા 8 મેચ રમીને માત્ર 3 જીતી શકી

ટૂર્નામેન્ટમાં કોલકાતાનું એકંદર પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. ટીમ 8 મેચ રમીને માત્ર 3 જીતી શકી છે. તેને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. KKR અત્યારે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. પરંતુ તે ગુજરાત સામે સારું પ્રદર્શન કરી શકે છે. આ મેચમાં શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુર વચ્ચે રસપ્રદ લડાઈ જોવા મળી શકે છે. શાર્દુલે તેને બે વખત આઉટ કર્યો છે. સાથે જ નરેને સાહાને ઘણી પરેશાન કરી છે.

ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે 7 મેચ રમીને 5માં જીત મેળવી છે. જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ગુજરાતનો શ્રેષ્ઠ સ્પિન બોલર રાશિદ ખાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેણે આન્દ્રે રસેલને ઘણો પરેશાન કર્યો છે. રાશિદે તેને ત્રણ વખત આઉટ કર્યો છે. નીતિશ રાણાએ હાર્દિક પંડ્યાથી સાવધાન રહેવું પડશે. આ બંને વચ્ચે રમાયેલી છેલ્લી મેચ રોમાંચક રહી હતી. આ વખતે ગુજરાત અગાઉની હારનો હિસાબ સરભર કરી શકે છે.

કોલકાતાની પ્લેઈંગ ઈલેવન

KKRની પ્લેઈંગ ઈલેવન – એન જગદીસન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન- રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.

આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણી 2023: ‘બધી ગાળો માટીમાં ભળી જશે’, PM મોદીએ હમનાબાદ રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર

Back to top button