હવે 365 દિવસ રાહુ રહેશે મીનમાં, આ રાશિઓનું વધશે બેન્ક બેલેન્સ


- નવા વર્ષ 2024માં માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં વિરાજમાન રહેશે. આખું વર્ષ રાહુ મીન રાશિમાં જ રહેશે. રાહુની સ્થિતિ કેટલીક રાશિઓ માટે અડચણ ઊભી કરશે તો કેટલીક રાશિઓ માટે શુભ ફળ પ્રદાન કરશે.
ખૂબ જ જલ્દી 2024 શરૂ થશે. 2024માં જ્યાં મોટા ગ્રહ ચાલ બદલીને હલચલ માચવશે, તો એવા પણ કેટલાક ગ્રહો છે જે પોતાની ચાલ આખું વર્ષ બદલવાના નથી. નવા વર્ષ 2024માં માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં વિરાજમાન રહેશે. આખું વર્ષ રાહુ મીન રાશિમાં જ રહેશે. રાહુની સ્થિતિ કેટલીક રાશિઓ માટે અડચણ ઊભી કરશે તો કેટલીક રાશિઓ માટે શુભ ફળ પ્રદાન કરશે. મીન રાશિમાં વિરાજમાન રાહુ 2024માં કઈ રાશિઓ પર પોતની શુભ દ્રષ્ટિ કરશે તે જાણો.
મેષ રાશિ
2024માં રાહુનું ગોચર મેષ રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. જીવનમાં મુશ્કેલીઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે. નવી તકો મળશે. કરિયરમાં તમારી સ્ટ્રગલ રંગ લાવશે. પ્રમોશનના પણ યોગ બની રહ્યા છે. તમારે હેલ્થ પર ફોકસ કરવું પડશે. તમે કોઈ યાત્રા પર પણ જઈ શકો છો.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે રાહુની સ્થિતિ ફાયદાકારક સાબિત થશે. આવનારા વર્ષમાં તમારી પ્રગતિના નવા માર્ગ ખુલશે. કેટલાક લોકો પ્રોપર્ટીની ખરીદી પણ કરી શકે છે. જોબ કરી રહેલા લોકોને નવા ટાસ્ક મળશે. નાની મોટી મુશ્કેલીઓને તમે સરળતાથી પાર કરી શકશો. લવ લાઈફમાં રોમાન્સ ટકી રહેશે.
કન્યા રાશિ
રાહુની ઉલ્ટી ચાલ કન્યા રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. તમને તમારા ફ્રેન્ડ્સનો સપોર્ટ મળશે. સ્વાસ્થ્ય સુધરશે. વેપારીઓને નવો વેપાર શરુ કરવા માટે કોઈ સારી ડીલ મળશે. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. ધાર્મિક કાર્યો કરવાનો અવસર મળશે.
આ પણ વાંચોઃ 2024માં કુંભ સહિત આ રાશિઓ છવાયેલી રહેશે, કરિયરમાં પણ થશે લાભ