હવે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે PUC સર્ટિફિકેટ જરૂરી નહિ, સુપ્રીમે પોતાના આદેશમાં લગાવેલી શરત હટાવી
- સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ 2017ના તેના આદેશમાં લગાવી હતી શરત
- સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાથે સંમત થતાં બેન્ચે આદેશમાં લાદવામાં આવેલી શરતને હટાવી
નવી દિલ્હી, 28 જુલાઈ : સુપ્રીમ કોર્ટે તેના એક આદેશમાં થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો લાભ મેળવવા માટે વાહનોને પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટની જરૂર હતી તે શરતને દૂર કરી છે. આ શરત સુપ્રીમ કોર્ટે 10 ઓગસ્ટ 2017ના તેના આદેશમાં લગાવી હતી. જસ્ટિસ એએસ ઓકા અને એજી મસીહની બેન્ચે આદેશ અંગે ચિંતા વ્યક્ત કરતાં જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલની અરજીને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : દિલ્હીના કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી 3 વિદ્યાર્થીઓના મૃત્યુ, સાથી છાત્રો રસ્તા પર ઉતર્યા
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જુઓ બેન્ચ સમક્ષ શું કરી હતી રજૂઆત
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વિના અકસ્માતનો ભોગ બનેલાઓએ વાહન માલિકો પાસેથી સીધું વળતર મેળવવાની જરૂર છે, જેઓ ઘણીવાર ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવતા નથી. તેમણે એમ પણ કહ્યું કે PUC પ્રમાણપત્રની જરૂરિયાતને કારણે, ઘણા વાહન માલિકોને થર્ડ પાર્ટી વીમો પણ મળતો નથી. આના ગંભીર પરિણામો આવી શકે છે. મહેતાની દલીલો સાથે સંમત થતાં બેન્ચે 2017ના આદેશમાં લાદવામાં આવેલી શરતને હટાવી લીધી હતી.
રિમોટ સેન્સિંગ ટેકનોલોજીના ઉપયોગ માટે સૂચન
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં વાહનોને ટ્રેક કરવા માટે PUC સાથે રિમોટ સેન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. વાસ્તવમાં, વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહ, એમિકસ ક્યુરીએ જણાવ્યું હતું કે ચાલતા વાહનોના ઘણા પેરામીટર રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી દ્વારા માપી શકાય છે.
આ પણ વાંચો : ઓલમ્પિક દિવસ-2 : મનુ ભાકર પાસેથી પ્રથમ મેડલની આશા, સિંધુ અને નિખાત પણ કરશે અભિયાનની શરૂઆત