ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

હવે ખાનગી કંપનીઓને હંફાવશે BSNL, 4G-5G સેવાને લઇને કરી મોટી જાહેરાત

Text To Speech

દિલ્હી, 20 ઓગસ્ટ: દેશમાં જિયો-એરટેલ જેવી ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે બીએસએનએલ તરફથી ધડાકો કરવામાં આવ્યો છે. બીએસએનએલ તરફતી સમાચાર મળી રહ્યા છે કે, આગામી દિવસોમાં તે 4G સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. દેશમાં 4G શરૂ થયાના લગભગ 12-13 વર્ષે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ગુજરાત સહિત દેશભરનાં અન્ય રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર બીએસએનએલના મીમ્સનો પૂર આવ્યો છે. હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે. જેથી ગુજરાતમાં BSNLના આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે.

અનેક ગ્રાહકો BSNLમાં જોડાયા

થોડા સમય પહેલા જ જિયો સહિતની ખાનગી કંપનીઓએ પોતાના ટેરેફ પ્લાનમાં વધારો કર્યો હતો. તેથી મોટા પ્રમાણમાં ગ્રાહકો બીએસએનએલમાં જોડાયા હતા. એક રિપોર્ટ પ્રમાણે માત્ર એક જ મહિનામાં 15 લાખથી વધારે ગ્રાહકો બીએસએનએલમાં જોડાઇ ગયા હતા. આ વચ્ચે હવે બીએસએનએલ તરફથી મળી રહેલા મોટા સમાચાર ગ્રાહકોને રાહત આપી છે.

ગુજરાતમાં લાગ્યા 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર

હાલમાં ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર લાગી રહ્યા છે, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 417 જેટલાં મોબાઈલ ટાવર લાગશે. સૌથી મોટી ખાસિયત એ છે કે, જે વિસ્તારની અંદર 4G ટાવર લાગી રહ્યાં છે, તે વિસ્તારમાં અન્ય કોઈપણ ટેલિકોમ કંપનીનાં ટાવર નથી.

ગુજરાતમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. 2022માં પ્રોજેક્ટ સમગ્ર ભારત દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત અલગ અલગ સાઈડ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ BSNLના 4Gના મોબાઈલ ટાવર હવે ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન શરૂ થયું છે, જે પૈકીની ઘણી બધી સાઇડ એવી છે કે જ્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હજી પણ અનેક એવાં લોકેશન છે કે જ્યાં આગળ મોબાઈલ ટાવર લાગવાનાં શરૂ છે.

આ પણ વાંચો: ડિજિટલ ન્યૂઝ સબસ્ક્રિપ્શન પર લાગુ કરાયેલા GST દરની સમીક્ષા કરાશે

Back to top button