ટ્રેન્ડિંગનેશનલ

લ્યો બોલો હવે પેટ્રોલ ન હોવાના કારણે પણ પોલીસ દંડ વસુલે છે !!!, જાણો શું છે નિયમ ?

Text To Speech

સામાન્ય માનવીના જીવનામાં ઘણી વખત એવું બને છેકે આપણે તેની કોઈ જ યોજના કે કોઈ જ જાણકારી નથી હોતી. તેમજ એવી ઘટનાઓ લાંબા સમય સુધી આપણી સાથે રહી જાય છે. હાલમાં આવું જ કંઈક કેરળના એક વ્યક્તિ સાથે થયું છે. પ્રથમ વખત કોઈ વ્યક્તિ સાથે એવું થયુ હશે કે તેમની ગાડીમાં પેટ્રોલ ઓછું હોવાના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હોય. આ વ્યક્તિનું નામ બેસિલ શ્યામ છે. ફેસબુક પોસ્ટ પ્રમાણે બેસિલ પાસેથી 250 રૂપિયા લેવામાં આવ્યા હતા અને તે ફોટો વાયરલ થઈ ગયો છે.

આ ઘટના અંગે બેસિલે પોતાની પોસ્ટમાં જણાવ્યું છેકે, કેરળ ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવેલ ઈ-મેમોની એક તસવીર શેર કરી હતી. બેસિલ શ્યામ કામ પર જઈ રહ્યો હતો. તે વન-વે પર રોન્ગ સાઈડ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેને એક ટ્રાફિક પોલીસ કર્મચારીએ રોક્યો હતો. તેમને 250 રૂપિયાનો દંડ આપવા માટે જણાવ્યું હતું. તેનું તેમણે વિધિવત પાલન કર્યું અને ચાલ્યો ગયો. જોકે, ઓફિસ પહોંચીને તેમણે ઈ-મેમો ચેક કર્યો હતો. તે એ જોઈને ચોંકી ગયો કે, હકીકતમાં તેને પર્યાપ્ત પેટ્રોલ વગર ડ્રાઈવિંગ કરવાના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. ફેસબુક પર એક લાંબી પોસ્ટમાં બેસિલે પોતાની સ્ટોરી જણાવી હતી. તેમણે દાવો કર્યો કે, તે ઓછા પેટ્રોલમાં ગાડી નહોતો ચલાવી રહ્યો અને તેમની મોટરસાઈકલની ટાંકી હંમેશા ભરેલી જ રહે છે.

શું છે નિયમ ?

પોસ્ટના કેપ્શન પ્રમાણે ઈ-મેમોની તસવીર વાયરલ થયા બાદ બોસિલને મોટર વાહન વિભાગના એક અધિકારીનો ફોન પણ આવ્યો હતો. અધિકારીએ બેસિલને આ પ્રકારના સેક્શનના અસ્તિત્વ વિશે જણાવ્યું અને સાથે એ પણ કહ્યું કે, તે ટૂ-વ્હીલર અને ખાનગી વાહનોને લાગુ નથી પડતો. તે માત્ર બસો જેવા સાર્વજનિક વાહનોને જ લાગુ પડે છે.

Back to top button