બીજા દેશો પર નહિ રહેવું પડે નિર્ભર, ભારતમાં જ તૈયાર થશે Paracetamol
HD ન્યૂઝ : દેશની અગ્રણી સંશોધન સંસ્થા CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) ચીન જેવા દેશો પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી કરી રહી છે. CSIR ભારતમાં ઔદ્યોગિક નવીનીકરણને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. આ શ્રેણીમાં ભારત હવે પોતાનું પેરાસિટામોલ બનાવવા જઈ રહ્યું છે. આ દવા આવતા વર્ષ સુધીમાં બજારમાં આવી જશે. આ માહિતી સીએસઆઈઆરના મહાનિર્દેશક ડૉ એન કલાઈસેલ્વીએ પોતે આપી છે.
ભારતમાં ઘણા મોટા ઈનોવેશન
ETના અહેવાલ મુજબ, ડૉ. એન કલાઈસેલ્વીએ કહ્યું કે CSIR એ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ઘણા મોટા ઈનોવેશન કર્યાં છે. તેમાં હાઇડ્રોજન સિલિન્ડર ટાઇપ-IV, હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી, હંસા-3 લાઇટ ટ્રેનર એરક્રાફ્ટ, સીવીડ કલ્ટિવેશન ટેક્નોલોજી અને સ્ટીલ સ્લગ્સમાંથી રોડ કન્સ્ટ્રક્શન જેવી તકનીકોનો પણ સમાવેશ થાય છે. હવે આવી સ્થિતિમાં ભારત પોતાનું પેરાસિટામોલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
હવે તે ભારતમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે
અત્યાર સુધી ભારતે Paracetamol તૈયાર કરવા માટે અન્ય દેશોમાંથી કાચો માલ આયાત કરવો પડતો હતો, પરંતુ હવે CSIR તેને ભારતમાં 100 ટકા તૈયાર કરશે. આ માટે નવી અને સસ્તી ટેક્નોલોજી પણ વિકસાવવામાં આવી છે. એવી અપેક્ષા છે કે ભારત આવતા વર્ષે પોતાનું Paracetamol બનાવશે. સત્ય દીપ્તિ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સસ્તી અને અસરકારક દવાઓ બનાવશે.
આયાતમાં 60 ટકાનો ઘટાડો
CSIR એ ભારતમાં પ્રથમ વખત Hydrazine Hydrate (HH) બનાવવા માટે સ્વદેશી પ્રક્રિયા વિકસાવી છે. તે એક રસાયણ છે, જેનો ઉપયોગ ફાર્મા, ઓટોમોબાઈલ અને ખાણકામ જેવા ક્ષેત્રોમાં થાય છે. તેના કારણે ભારતની આયાતમાં 60 ટકાનો ઘટાડો થયો છે. તાજેતરમાં CSIR એ સ્ટીલ સ્લગને રોડ બાંધકામમાં ઉપયોગ માટે યોગ્ય બનાવ્યું છે. જે પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે.
આ પણ વાંચો : PM સૂર્ય ઘર મફત વીજળી યોજના/ 1 કરોડ ઘર ઝગમગી ઉઠશે, સરકારે પોતાનો પ્લાન જણાવ્યો