બિઝનેસ

હવે Oyo કરી રહી છે 600 કર્મચારીઓને છુટા, અન્ય વિભાગોમાં કરશે 250ની ભરતી

Text To Speech

Oyo તેની ટેક્નોલોજી અને પ્રોડક્ટ ટીમોમાં 600 કર્મચારીઓની છટણી કરવાની યોજના ધરાવે છે.  કંપનીના જણાવ્યા અનુસાર, તેણે ઘણા પ્રોજેક્ટ બંધ કરવાનો અને ટીમોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, કંપનીએ આજે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે તે વેચાણ વિભાગમાં 240 થી 260 કર્મચારીઓની ભરતી કરશે. કંપની વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, OYO તેની પ્રોડક્ટ, એન્જિનિયરિંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર અને OYO વેકેશન હોમ્સ ટીમનું કદ ઘટાડી રહી છે. જો કે, બીજી તરફ, કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ અને બિઝનેસમાં લોકોને ઉમેરવા જઈ રહી છે.

અમે દરેકને નોકરી મળી રહે તેના માટે મદદ કરશું

ઉલ્લેખનીય છે કે, આ અંગે કંપનીના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડેવલપમેન્ટ ટીમો દસ ટકાનો ઘટાડો કરવા માંગે છે. આ અંતર્ગત, કંપની તેના 600 કર્મચારીઓની છટણી કરશે જ્યારે 260 નવા કર્મચારીઓની ભરતી કરશે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તે તેના પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ વિભાગને મર્જ કરવા જઈ રહી છે. OYOના સ્થાપક અને ગ્રૂપ સીઈઓ રિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે ખાતરી કરીશું કે જેમણે નોકરી ગુમાવી છે તેમાંથી મોટાભાગના લોકોને યોગ્ય નોકરી મળે. OYO ટીમના દરેક સભ્ય અને હું આ કર્મચારીઓને નોકરી અપાવવામાં મદદ કરીશું. જેમ જેમ OYO વધશે અને ભવિષ્યમાં આમાંના કેટલાક કર્મચારીઓની જરૂર પડશે, અમે પહેલા અમારા કર્મચારીઓ સુધી પહોંચીશું અને કામ ઓફર કરીશું.

Back to top button