ગુજરાતમધ્ય ગુજરાત

કાર સ્ટંટ વિડીયો બાદ ગુજરાત યુનિ. એક્શનમાં, બિનજરૂરી અને રિલ્સ બનાવવા આવનારાઓના પ્રવેશ પર રોક

  • ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત નવો નિયમ લાગુ
  • નબીરાઓના કાર સ્ટંટ વીડિયો બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં
  • ગુજરાત યુનિવર્સિટીમાં જે વાહનો પર સ્ટિકર હશે તેને જ પ્રવેશ અપાશે

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માતના આરોપીને લઈને પોલીસની કાર્યવાહી પર પણ સતત બઘાની નજર રહેલી છે. જ્યાં બીજી તરફ આ અકસ્માત બાદ મોટાભાગના વિભાગ એક્શન મોડમાં આવી ગયા છે. જેમાં હવે ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ થયો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જે વિદ્યાર્થી, અધ્યાપક,સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ સ્ટિકર હશે, તેને જ યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે.

યુનિવર્સિટીમાં સ્ટિકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે

ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જાયા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.જે યુનિવર્સિટીના ધ્યાને આવતા યુનિવર્સિટીના કુલપતિની નીરજા ગુપ્તા દ્વારા તમામ વિભાગના વડા સાથે બેઠક કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી. નીરજા ગુપ્તા દ્વારા પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં નવો નિયમ લાગુ કરવામાં આવશે.યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે વિદ્યાર્થી,અધ્યાપક,સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ સ્ટિકર હશે, તેને જ યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે. બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. મુખ્ય 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવશે, બાકીના બંધ કરી દેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી-humdekhengenews

આ  પણ વાંચો : કેનેડામાં મૃત્યુ પામનાર અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ ઉદાર હાથે કર્યું દાન, નિર્ધારિત રકમ કરતા વધુ રકમ એકત્ર થઈ

અન્ય કોઈને વિઝિટર તરીકે અપાશે એન્ટ્રી

મહત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં અલગ અલગ 55 ભવન આવેલાં છે.યુનિવર્સિટીમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ ન કર્યો હોય તેવો પ્રથમવાર નિણર્ય કરવામાં આવ્યો છે.જેને લઈ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગૂગલ ફોર્મ મોકલીને અલગ અલગ વિભાગ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવવામાં આવી છે. કુલ આંકડા મળતાં યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓ,અધ્યાપકો,સ્ટાફના માણસો,વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોને સ્ટિકર આપવામાં આવશે.આ સ્ટિકર દરેકે પોતાના વાહન પર લગાવવાનું રહેશે. જેના વાહન પર સ્ટિકર હશે, તેને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. જે વ્યક્તિ અન્ય કોઈ કામ માટે આવશે તેને વિઝિટર તરીકે એન્ટ્રી કરાવીને પ્રવેશ આપવામા આવશે. આ સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહિ આવે.

6માંથી 4 દરવાજા બંધ કરવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાના 6 દરવાજા છે, જેમાંથી 4 દરવાજા બંધ કરવામાં આવશે. કે.એસ. સ્કૂલ તરફનો મુખ્ય ગેટ અને એલ.જી એન્જિનિયરિંગ સામેનો ડો. બાબા સાહેબ આંબેડકર દરવાજો જ લોકોની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવશે. હોસ્ટેલમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ સ્ટિકર બતાવીને હોસ્ટેલના ગેટથી આવી શકશે. વાહન વિના ચાલીને આવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને પણ સ્ટિકર આપવામાં આવશે, જેના આધારે તે પ્રવેશ મેળવી શકશે. વાહન લઇને આવતા રાહદારીઓ એન્ટ્રી કરીને જે તે વિભાગનું નામ લખીને યુનિવર્સિટીમાં જઈ શકશે.

 આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના પ્લેનમાં અચાનક લાગી આગ, જાણો કારણ

Back to top button