ટ્રેન્ડિંગમનોરંજન

હવે ફિલ્મો જ નહિ પોપ્યુલારિટીના મામલે પણ બોલિવૂડને પછાડતી જોવા મળી સાઉથની હિરોઈનો

Text To Speech

સાઉથ સિનેમાનો દબદબો સતત સમગ્ર ભારતમાં વધી રહ્યો છે. સાઉથની સુપરહીટ ફિલ્મો બોલિવુડને પછાડીને બોક્સ ઓફિસનાં રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મોની સાથે સાથે સાઉથનાં સિતારાઓ પણ દરેક જગ્યાએ ચમકી રહ્યાં છે. તેથી હવે સાઉથની હિરોઇનો પણ લોકપ્રિયતાના મામલામાં બોલિવૂડને પછાડતી જોવા મળી રહી છે. ઓરમેક્સે મોસ્ટ પોપ્યુલર ફીમેલ સ્ટાર્સની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં મોટાભાગની અભિનેત્રીઓ સાઉથની છે અને ટોપ 10 યાદીમાં સામંથા રૂથ પ્રભુ ટોચ પર છે.

આ પણ વાંચો :

સામંથા રૂથ પ્રભુ ટોચ પર

સમંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોદા તાજેતરમાં રિલીઝ થઈ છે અને ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. અગાઉ પુષ્પામાં સમંથાનું ગીત પણ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે આ લિસ્ટમાં આલિયા ભટ્ટ બીજા નંબર પર છે. આલિયા ભટ્ટ તાજેતરમાં જ માતા બની છે અને તેનો કોઈ નવો પ્રોજેક્ટ ટૂંક સમયમાં રિલીઝ થશે તેવું લાગતું નથી. આ સિવાય સાઉથની લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી નયનતારાએ ત્રીજા નંબરે, કાજલ અગ્રવાલ ચોથા નંબરે અને દીપિકા પાદુકોણ પાંચમા નંબરે છે.

દેશનો નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના છઠ્ઠા નંબર પર છે. રશ્મિકા મંદન્નાએ થોડા દિવસો પહેલા ગુડબાય ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ફિલ્મ એટલી ચાલી નહોતી. જ્યારે અનુષ્કા શેટ્ટી સાતમા નંબર પર છે. આઠમા નંબર પર કેટરીના કૈફ, નવમા નંબરે કીર્તિ સુરેશ અને દસમા નંબરે પૂજા હેગડે છે. આ રીતે આ લિસ્ટમાં સાઉથની હિરોઈનોનો દબદબો રહ્યો છે.

Back to top button