ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે, જાણો કેવી રીતે

  • બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે માટે મહેસૂલી કાયદાઓમાં ફેરફાર થશે
  • ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ‘ખેડૂત’ હોવુ અનિવાર્ય છે
  • કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે

ગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે. જેમાં ઔદ્યોગિક વિકાસનો ઈરાદો હશે ત્યાં બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે. રિટાયર્ડ IAS મીણાના અધ્યક્ષપદે ચાર મહેસૂલી અધિકારીઓની કમિટીનો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં મીણા કમિટીનું તારણ છે કે જમીનમાલિકને ‘ખેડૂત’નું સ્ટેટ્સ મળશે નહિ. તેમજ વિકાસની ગતિ વધારવા પ્રવર્તમાન મહેસૂલી કાયદાઓમાં સુધારા આવશે.

આ પણ વાંચો: જાણો કેમ ગુજરાતમાં અચાનક વધી રહી છે ગરમી, હવામાન વિભાગે કરી આગાહી 

ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ‘ખેડૂત’ હોવુ અનિવાર્ય છે

ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માટે જન્મે ‘ખેડૂત’ હોવુ અનિવાર્ય છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. જેના નિવારણ માટે ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ- TP, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે.

રાજ્યમાં ખેતી એ જ એક માત્ર મુખ્ય ઉદ્યોગ કે પછી આજીવિકાનું સાધન રહ્યો નથી

સ્વતંત્રતાના 75 વર્ષ પછી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ખેતી એ જ એક માત્ર મુખ્ય ઉદ્યોગ કે પછી આજીવિકાનું સાધન રહ્યો નથી. શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને અન્ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ચોથી ઓક્ટોબર 2023ના રોજ રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટીમાં મીણા ઉપરાંત રિટાયર્ડ IAS એમ.બી.પરમાર, રિટાયર્ડ સંયુક્ત સચિવ સી.એસ.ઉપાધ્યાય અને જમીન સુધારણા પ્રભાગના સચિવ પી.સ્વરૂપની અત્યાર સુધીમાં અસંખ્ય વખત બેઠકો મળી ચૂકી છે.

આ કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે

આ કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ TP, ઔદ્યોગિક વિકાસનો ઈરાદો જાહેર થયો હોય તેવા ક્ષેત્રોમાં કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ કલમ- 63 AA અને કલમ 65- ખ હેઠળ બોનાફાઈફડ પરપઝ સર્ટીની લાંબી પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ ખેતીની જમીન ધારણ કરી શકે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. જેના માટે ગણોતધારામાં ફેરફાર થશે. સંભવિત સુધારાથી ખેતીની જમીન ખરીદનારા બિનખેડૂત વ્યક્તિને ‘ખેડૂત’નું સ્ટેટ્સ મળવાનું નહી ! આવા તારણ ઉપર મીણા કમિટી પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં જે રીતે બોનાફાઈફડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક પ્રવૃતિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન iOra હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના પ્રસ્તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે.

Back to top button