ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

હવે નાગાર્જુને કેન્સલ કરી માલદીવ ટ્રિપઃ નેક્સ્ટ વીક લક્ષદ્વીપ જશે

Text To Speech
  • નાગાર્જુને એમ પણ કહ્યું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમના મંત્રીઓની ટિપ્પણીઓ અયોગ્ય હતી અને તેની તેમણે કિંમત ચૂકવવી પડશે. પીએમ મોદી 1.5 બિલિયન લોકોના નેતા છે અને આખો દેશ તેમનું સન્માન કરે છે.

ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના ત્રણ મંત્રીઓએ કરેલી ટિપ્પણીઓ બાદ બંને દેશો વચ્ચે ચાલતા તણાવ વચ્ચે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને પણ તેની માલદીવ ટ્રિપ રદ કરી દીધી છે અને કહ્યું કે હવે તેઓ આગામી અઠવાડિયે લક્ષદ્વીપ જશે. એક વીડિયોમાં નાગાર્જુન કહેતા સંભળાય છે કે, હું રજાઓ માણવા માટે 17 જાન્યુઆરીએ માલદીવ રવાના થવાનો હતો, કારણ કે ઘણા સમયથી પરિવારને સમય આપી શક્યો નથી. હું છેલ્લા 75 દિવસથી સતત કામ કરી રહ્યો છું. પણ હવે મેં ટિકિટ રદ કરાવી દીધી છે અને આવતા અઠવાડિયે લક્ષદ્વીપ જઈશ.

હવે નાગાર્જુને કેન્સલ કરી માલદીવ ટ્રિપઃ નેક્સ્ટ વીક લક્ષદ્વીપ જશે hum dekhenge news

દરેક એક્શનનું રિએક્શન હોય છેઃ નાગાર્જુન

નાગાર્જુને કહ્યુ કે, હું ‘બિગ બોસ‘ અને ‘ના સામી રંગા‘ના 75 દિવસના બ્રેક લીધા વગરના કામથી થાક્યો હતો, તેથી મેં માલદીવ જવા ટિકિટ બુક કરાવી હતી. હું ઘણી વખત માલદીવ ગયો છું, પરંતુ હવે ક્યારેય જઈશ નહીં.

નાગાર્જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના મંત્રીઓએ કરેલી ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે દેશના વડાપ્રધાન વિશે આ પ્રકારની વાતો ચલાવી નહીં લેવાય. નાગાર્જુને એમ પણ કહ્યું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેમના મંત્રીઓની ટિપ્પણીઓ અયોગ્ય હતી અને તેની તેમણે કિંમત ચૂકવવી પડશે. પીએમ મોદી 1.5 બિલિયન લોકોના નેતા છે અને આખો દેશ તેમનું સન્માન કરે છે. દરેક એક્શનનું રિએક્શન હોય છે. નાગાર્જુને લક્ષદ્વીપમાં બંગારમ આઈલેન્ડના વખાણ કર્યા.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ખરીદ્યો 14.5 કરોડનો પ્લોટ!

Back to top button