હવે આ ત્રણ રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ લાવશે માલવ્ય રાજયોગ
- શુક્રનું તુલા રાશિમાં આવવું માલવ્ય રાજયોગનું નિર્માણ કરે છે, જેમાં અનેક રાશિઓ માટે ધનલાભની સાથે ધનવર્ષાના યોગનું નિર્માણ થઈ રહ્યું છે. માલવ્ય રાજયોગ શુક્રના તુલામાં આવવાથી માત્ર આ મહિનામાં જ લાભ આપશે તેવું નથી.
શુક્રનું રાશિ પરિવર્તન આજે થઈ રહ્યું છે. હવે શુક્ર તુલા રાશિમાં છે. શુક્રનું તુલા રાશિમાં આવવું માલવ્ય રાજયોગનું નિર્માણ કરે છે, જેમાં અનેક રાશિઓ માટે ધનલાભની સાથે ધનવર્ષાના યોગનું નિર્માણ થઈ રહ્યું છે. માલવ્ય રાજયોગ શુક્રના તુલામાં આવવાથી માત્ર આ મહિનામાં જ લાભ આપશે તેવું નથી. તે આવનારા વર્ષમાં પણ અનેક રાશિઓને લાભ આપશે. માલવ્ય યોગને પંચ મહાપુરુષ યોગ પણ કહેવાય છે. વર્ષ 2024માં પણ ધનવર્ષા માટે તૈયાર રહો. જાણો ક્યારે માલવ્ય યોગ બનશે અને કઈ રાશિને પ્રભાવિત કરશે.
નવા વર્ષમાં શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ
વૃષભ રાશિમાં શુક્રનું રાશિ પરિવર્તન 19 મે, 2024ના રોજ થશે. ત્યારબાદ તુલા રાશિમાં સપ્ટેમ્બરમાં શુક્ર ગોચર કરશે. આ વર્ષે 2024માં પણ શુક્ર તમામ રાશિઓને લાભ આપશે.
કઈ રાશિઓ થશે પ્રભાવિત
કન્યા, કર્ક અને મિથુન રાશિના લોકો માટે આ યોગ ધન લાભના દરવાજા ખોલશે. આ ત્રણેય રાશિઓને આ યોગથી લાભ થશે. કર્ક રાશિના લોકોને સારુ રિટર્ન મળશે અને મિથુન રાશિના લોકોને સારા પેકેજની નવી નોકરી મળશે. કન્યા રાશિના લોકો માટે લગ્નના યોગ છે અને આર્થિક સંકડામણ પણ ઘટશે.
આ રીતે કરો શુક્ર ગ્રહને મજબૂત
શુક્રને મજબૂત કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય. આ માટે ભોજનમાં સફેદ વસ્તુઓ સામેલ કરો, જેમ કે દુધ, દહીં અને ઘીમાંથી બનેલું ભોજન. સફેદ વસ્તુઓ ખાવાથી અને તેનું દાન કરવાથી શુક્ર મજબૂત થાય છે. સફેદ કપડાં, વસ્ત્રો. ચોખા, ઘી અને ખાંડનું કોઈ કન્યાને દાન આપવાથી કુંડળીમાં શુક્ર મજબૂત બને છે.
આ પણ વાંચોઃ 700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આમને સામને, વર્ષ 2024 આ રાશિઓ માટે વરદાન