ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

હવે જમ્મુ-કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા પણ પીએમ મોદી પર ઓળઘોળઃ જુઓ વીડિયો શું કહ્યું?

ગાંદરબલ, 13 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ પહોંચ્યા હતા. અહીં તેમણે ઝેડ-મોરહ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા.

ટનલના ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તમે તમારું વચન પાળ્યું અને 4 મહિનામાં પૂરું કર્યું હતું. તમે ઘાટીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના ચૂંટણીઓ યોજી હતી.

જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ‘તમે (પીએમ મોદીએ) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગરમાં તમારા કાર્યક્રમ દરમિયાન 3 ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કહી હતી. તમે કહ્યું હતું કે તમે દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટાડવાનું કામ કરી રહ્યા છો અને આ તમારા કામથી સાબિત થાય છે.

તે દરમિયાન તમે જમ્મુ-કાશ્મીરના લોકોને કહ્યું હતું કે ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે અને લોકોને તેમના મત દ્વારા તેમની સરકાર પસંદ કરવાનો મોકો મળશે. તમે તમારા મંતવ્યો વ્યક્ત કર્યા અને 4 મહિનામાં ચૂંટણી યોજાઈ. નવી સરકાર ચૂંટાઈ અને પરિણામ એ આવ્યું કે હું અહીં મુખ્યમંત્રી તરીકે તમારી સાથે વાત કરું છું.

તેમણે કહ્યું કે લોકોએ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ક્યાંય પણ ગેરરીતિ કે સત્તાના દુરુપયોગની ફરિયાદ નથી. સીએમ ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું, ‘વડાપ્રધાન, તમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન પણ આપ્યું હતું.

લોકો મને આ વિશે પૂછતા રહે છે અને હું તેમને યાદ અપાવતો રહું છું કે પીએમ મોદીએ ચૂંટણી યોજવાનું વચન પૂરું કર્યું. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આ વચન પણ પૂરું થશે અને જમ્મુ-કાશ્મીર ફરી એકવાર આ દેશનું રાજ્ય બનશે.

આ ટનલ સોનમર્ગને આખું વર્ષ શ્રીનગર સાથે જોડશે

ઓમરે કહ્યું કે વડા પ્રધાન મોદીના પ્રયાસોને કારણે સરહદ પર યુદ્ધવિરામથી દૂરના વિસ્તારોને ઘણો ફાયદો થયો છે.  તેમણે કહ્યું કે, માચિલ, ગુરેઝ, કર્નાહ અથવા કેરન હોય, વધુ પ્રવાસીઓના આગમનથી લોકોને વિકાસ અને પર્યટનના સંદર્ભમાં ફાયદો થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સોનમર્ગમાં Z-MORH ટનલ ખોલવાથી, ઉપરના વિસ્તારના લોકોને હવે મેદાની વિસ્તારોમાં જવાની જરૂર રહેશે નહીં, કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન રોડ કનેક્ટિવિટી ઉપલબ્ધ રહેશે.

2,700 કરોડના ખર્ચે ટનલ બનાવવામાં આવી

તેમણે Z-MORH ટનલ નિર્માણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 7 નાગરિકોને યાદ કર્યા જેઓ ગયા વર્ષે ગંગાગીરમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા. ગાંદરબલ જિલ્લામાં ગગનગીર અને સોનમર્ગને જોડતી 6.5 કિમી લાંબી ટુ-લેન ટનલનું નિર્માણ ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ દ્વારા ₹2,700 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.

ટનલમાં 7.5 મીટર પહોળો ઈમરજન્સી એક્ઝિટ રૂટ પણ છે. ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે Z-MORH ટનલ ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ રિસોર્ટને પ્રખ્યાત ગુલમર્ગ સ્કીઇંગ રિસોર્ટ શહેરની જેમ શિયાળુ રમતગમતના સ્થળ તરીકે વિકસાવવામાં સક્ષમ બનાવશે.

આ પણ વાંચો :- અમરેલી લેટરકાંડ : વિવાદિત પ્રકરણની તપાસ SMC વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

Back to top button