હવે ઉદ્યોગ-ધંધામાં ભારતના મોડલનો જમાનો આવ્યો છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
SGCCI (ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) દ્વારા સુરત ખાતે ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. SGCCI નાં આ ઇન્ટરેકટીવ સેશન દરમ્યાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભારતની ઈકોનોમીનાં વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હવે ઉદ્યોગ-ધંધામાં ભારતના મોડલનો જમાનો આવ્યો છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: BJPનો રોડમેપ તૈયાર, PM મોદી કરશે 40 રેલી
દુનિયા હવે ભારત પાસેથી શીખી રહી છે : કેન્દ્રીય મંત્રી
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે,’ભારતે ઈકોનોમી દુનિયા પાસે શીખવાની જરૂર નથી, કારણ કે દુનિયાએ ઇકોનોમીની ગાઈડ લાઈન ભારત પાસેથી શીખી છે. યુરોપિયન મોડલે મૂડીવાદ આપ્યો છે, પરંતુ તેનાથી વિશ્વમાં અસંતુલન ઉભું થયું હતું,પણ ભારતનું આ મોડલ દુનિયાનું બેસ્ટ મોડલ છે. દુનિયાએ અન્ય મોડલ સ્વીકારવું જોઈએ પણ ભારતનું મોડલ પણ હોવું જોઈએ. કેમ કે હવે આ જમાનો ભારતના મોડલનો છે.’
મનસુખ માંડવીયાએ આગળ કહ્યું હતું કે,’ભારત હવે વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યો છે. અત્યારે, દુનિયામાં પહેલા ભારતના નાગરિકને મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા સમયમાં ભારતે જે કરી બતાવ્યું છે, તેની વિશ્વના દેશોએ નોંધ લીધી છે. કોરોનાના સમયમાં ભારતથી ૧૫૦ દેશોમાં મેડીસીન મોકલવામાં આવી હતી અને ભારતે એના માટે ક્યારેય ચાર્જ લીધો નથી અને સારી ક્વોલીટીની દવા વિશ્વને મદદ કરવાની ભાવના સાથે મોકલી આપી છે. ભારતની GDP હવે વિશ્વનાં ટોચનાં 5 દેશોમાં ગણાવવા લાગી છે, તેથી જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશો ભારત વિશે વાત કરી રહ્યાં છે.’
ઘણાં દેશો ભારતમાં રોકાણ કરવા ઈચ્છે છે : માંડવીયા
ભારત હવે અન્ય દેશોની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યું છે. ભારત હવે દુનિયાની સાથે પોતાની શરત ઉપર એગ્રીમેન્ટ કરી રહ્યું છે. વિશ્વમાં હવે એવી સ્થિતિનું સર્જન થયું છે કે, આખી દુનિયાને વર્તમાન સમયમાં ભારત સાથે બીઝનેસ કરવો છે. કોરોનાં બાદ ભારતનું ટ્રેડ વધી રહ્યું છે. દુનિયાને હવે ભારતમાંથી ખરીદી કરવી છે. ઘણાં દેશો ભારતમાં રોકાણ કરવા ઈચ્છે છે. ભારતની સાથે જોઈન્ટ વેન્ચર કરવા માંગે છે. હવે એવો સમય આવશે કે ભારતના મહાજનોની વિશ્વની અંદર શાખ હશે અને આખું વિશ્વ હવે આપણા દરવાજે ઉભું હશે. સરકાર પણ ગરીબો અને ખેડૂતોનું ધ્યાન રાખી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા પ્રયાસ કરી રહી છે.
ટૂંક સમયમાં સરકાર કેમિકલ્સ સેક્ટરમાં પણ પોલિસી લાવી રહી છે : મનસુખ માંડવીયા
ટૂંક સમયમાં સરકાર રિસર્ચ પોલિસી લાવી રહી છે. આ પહેલાં અમો ફાર્મા સેક્ટરમાં પણ પીએલઆઈ – ૧ અને પીએલઆઈ -૨ જેવી પોલિસી લાવ્યા છીએ. એવી જ રીતે હવે અમે કેમિકલ્સમાં પણપીએલઆઈ પોલિસી લાવી રહ્યા છીએ. આ ઉપરાંત સરકાર બાયોટેકનોલોજીમાં પણ પોલિસી લાવશે. સરકાર નવા સ્ટાર્ટ-અર્પને પણ પ્રોત્સાહિત કરી રહી છે. કોમર્સ વધે તે માટે સરકાર બધાને તકો આપી રહી છે. પહેલા કન્ટેનર ચાઈનાથી આયાત કરવા પડતા હતા પણ હવે ભાવનગરમાં કન્ટેનર બનાવવામાં આવી રહ્યા છે. ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.