એજ્યુકેશનનેશનલવર્લ્ડ

હવે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્‍યાસની સાથે નોકરી પણ કરી શકશે : નવી વિઝા સેવાની જાહેરાત

Text To Speech

યુએસ સરકારે કેટલીક વિઝા અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સ્‍કીમ શરૂ કરી છે. તેનાથી અમેરિકા આવવા ઇચ્‍છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. સાયન્‍સ, ટેક્‍નોલોજી, એન્‍જિનિયરિંગ, મેથેમેટિક્‍સનો અભ્‍યાસ કરવા અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓને પણ આનો ઘણો ફાયદો થશે. અમેરિકાની યુએસ સિટિઝનશિપ એન્‍ડ ઇમિગ્રેશન સર્વિસિસએ જાહેરાત કરી છે કે STEMના ક્ષેત્રમાં OPT (ઓપ્‍શનલ પ્રેક્‍ટિકલ ટ્રેનિંગ)નો અભ્‍યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. એટલે કે હવે તે અભ્‍યાસની સાથે કામ પણ કરી શકશે.

કાલથી જ શરૂ થઈ નવી સેવા

USCIS અનુસાર, વિઝા માટે પ્રીમિયમ પ્રોસેસિંગ સેવા 6 માર્ચથી શરૂ થઈ છે. બીજી તરફ, કેટલીક અન્‍ય શ્રેણીઓ માટે, આ સેવા 3 એપ્રિલથી શરૂ થશે. USCIS ના ડાયરેક્‍ટર UR M Jadauનું કહેવું છે કે F-1 વિદ્યાર્થીઓને પ્રીમિયમ પ્રોસેસિંગ તેમજ ઓનલાઈન ફાઈલિંગ અને ઈમિગ્રેશનનો લાભ આપવામાં આવશે. ભારતીય મૂળના અજય ભુટોરિયાએ પણ અમેરિકી સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. ભુટોરિયાએ કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ માટે આ અદભુત સમાચાર છે, જેઓ તેમની ઓપીટી ક્‍લિયર કરાવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે એફ-1કેટેગરીના વિદ્યાર્થીઓને પણ અમેરિકામાં નોકરી માટે મંજૂરી મળશે. આનાથી માત્ર અમેરિકન અર્થતંત્રને જ નહીં પરંતુ અહીંના સમાજને પણ ફાયદો થશે.

યુએસ જવા ઇચ્છતા ભારતીયોની સંખ્યા વધુ

તમને જણાવી દઈએ કે ભારતમાં યુએસ વિઝા મેળવવા માટે રાહ જોઈ રહેલા લોકોની સંખ્‍યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે અમેરિકી સરકાર પણ બેકલોગની સમસ્‍યાના ઉકેલ માટે અનેક પગલાં લઈ રહી છે. આ માટે અમેરિકી સરકાર ભારતમાં પોતાનો સ્‍ટાફ વધારી રહી છે અને ભારતનું કામ ઓનલાઈન હેન્‍ડલ કરવા માટે અન્‍ય દેશોના અધિકારીઓ અને કર્મચારીઓને સામેલ કરી રહી છે.

Back to top button