પટના, 6 સપ્ટેમ્બર : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ આરજેડી સાથે ગઠબંધન નહીં કરે. પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં નીતીશ કુમારે આરજેડી પર બિહાર માટે કામ ન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, પહેલાના લોકોએ શું કર્યું, શું ન કર્યું? અમે બે વાર ભૂલ કરી, અમે તે લોકોને બે વાર સમર્થન આપ્યું અને પછીથી તેમને દૂર કર્યા હતા. હવે અમે ક્યારેય આમ તેમ જવાના નથી.
નીતીશ કુમાર અહીં જ ન અટક્યા, તેમણે આગળ કહ્યું, અમે શરૂઆતથી સાથે હતા. હું 1995 થી જોડાયેલો હતો…અહીં અને ત્યાં વચ્ચે બે-બે વાર આવું બન્યું, આ એક ભૂલ હતી. અહીં ફરી ક્યારેય નહીં આવે. ચાલો જોઈએ, એ લોકોએ ક્યારેય કોઈ કામ કર્યું છે? પરંતુ તેમના ખોટા પેમ્ફલેટ પ્રસિદ્ધ થતા રહે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે તે બિહાર અને દિલ્હીના અખબારોમાં પણ પ્રકાશિત થાય છે. અમે સાથે હતા. અમે બંનેએ સાથે મળીને અહીં બધું કર્યું છે.
આ પણ વાંચોઃગુજરાતમાં હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું
ઉલ્લેખનીય છે કે, એનડીએ સાથે જોડાયા બાદ ફરી એકવાર બિહારની ચૂંટણી નજીક આવતી હોવાથી મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપ સાથે દગો કરી આરજેડી સાથે ગઠબંધન કરે તેવી અટકળો શરૂ થઈ હતી. જો કે આ વીડિયો બાદ તેના ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.