એજ્યુકેશનગુજરાત

હવે ધો.1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત, વિધાનસભામાં લવાશે બિલ

Text To Speech

ગુજરાતની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવેથી ગુજરાતની શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવું ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.1થી ધો.8માં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા માટેનું બિલ લાવવામાં આવશે.

રાજ્યની શાળાઓમાં ફરજીયાત ગુજરાતી ભણાવાશે

ગુજરાતની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવાને લઈને મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર રાજ્યની તમામ ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે. સરકાર 28મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં બિલ લાવશે. જેમાં ધોરણ 1 થી 8 માં ગુજરાતી ભાષા ફરજિયાત બનશે.

શાળાઓમાં ગુજરાતી-humdekhengenews

ગુજરાતી નહી ભણાવતી શાળાઓ પર કરાશે કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા મુદ્દે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે રાજ્યની દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે અને જે શાળાઓ ગુજરાતી ભાષા નહી ભણાવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વિધાનસભામાં ફરજિયાત ગુજરાતી ભાષા બિલ લાવવામાં આવશે આ બિલમાં નિયમ ભંગ સામે દંડની જોગવાઈ પણ હશે . સરકાર આદેશ બાદ પણ જે શાળાઓ ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે.

આ પણ વાંચો : અમદાવાદ : હાટેશ્વર ઓવરબ્રિજ બંધ રહેતા લોકોએ બેસણું યોજી કર્યો વિરોધ, પોલીસે કરી કાર્યવાહી

Back to top button