ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ, ભાજપે કહ્યું, ‘નીચ માનસિક્તા AAPના લોહીમાં છે’

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે અને આ વર્ષના અંતમાં ચુંટણી યોજાવા પણ જઈ રહી છે. ત્યારે ચૂંટણી ટાણે BJP અને AAP વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહી છે એક તરફ આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સતત વિવાદોમાં સપડાઈ રહ્યાં છે. હાલ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. જે બાદ છોડી પણ દેવામાં આવ્યો હતો. ત્યારે આવામાં ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.

ગુજરાત ભાજપે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદી અને તેમના માતા હીરા બા વિશે અપમાનજનક શબ્દોનો બોલતા નજરે પડી રહ્યા છે.આ વીડિયોના કેપ્શનમાં જ ભાજપે લખ્યું છે કે,“ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલીયાના ‘નીચ’ સંસ્કાર… હિંદુ વિરોધી અને માતા-બહેનો વિશેની નીચ માનસિકતા AAPના લોહીમાં જ છે. “

વડાપ્રધાનના માતા હીરા બા અંગે ટીપ્પણી કરતો વીડિયો વાયરલ

હજી એક વિવાદિત વીડિયોમાંથી છૂટકારો નથી મળ્યો ત્યાં ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા હીરા બાને ટાર્ગેટ કરીને અપમાન જનક ટીપ્પણી કરી રહ્યા છે. ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે. ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આવા વિવિધ આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી, મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપી

આ અંગે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, ગુજરાત આપના અધ્યક્ષ પહેલા વડાપ્રધાન મોદી વિશે તેમના માતા વિશે ગમે તેવા શબ્દો વાપરી રહ્યાં છે. ગોપાલ ઈટાલિયા જે પ્રકારની અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે, તે ગુજરાતના સંસ્કાર નથી. વડાપ્રધાનના માતા હીરા બા જે 100 વર્ષના છે, તેમના વિશે આવા શબ્દો વાપરી રહ્યાં છે. જેના કારણે ગોપાલ ઈટાલિયાને ગુજરાતી કહેતા પણ શરમ આવે છે.

ઈટાલિયાની અટકાયત

PM મોદી પર વાંધાજનક ટિપ્પણીના કારણે જ રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને સમન્સ પાઠવ્યું હતુ. જે અંતર્ગત હાજર થયેલા ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ આપના નેશનલ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે, ગોપાલ ઈટાલિયા પાટીદાર છે. આથી તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અટકાયત બાદ ઈટાલિયાને દિલ્હી પોલીસે છોડ્યો, કેજરીવાલે કહ્યું- ‘આ ગુજરાતની જનતાની જીત’

Back to top button