ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જોવા હવે અમેરિકા નહીં પંજાબ જવાનું! પાપાજીના પરાક્રમનો વીડિયો વાયરલ

  • સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જોવા માટે વિદેશ જવાની જરૂર નથી,  ભારતમાં જ સરળતાથી જોઈ શકશો

પંજાબ, 27 મે: તમારે હવે સ્ટેચ્યુ ઑફ લિબર્ટી જોવા માટે વિદેશ જવાની જરૂર નથી. તમે હવે ભારતમાં જ સ્ટેચ્યુ ઑફ લિબર્ટી સરળતાથી જોઈ શકશો. આ અમે નથી કહી રહ્યા પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો આ વાત કહી રહ્યો છે. આપણા દેશમાં કલાકારોની કમી નથી. અહીં એક કરતાં વધુ કલાકારો છે જેનું કામ શ્રેષ્ઠ લોકોને પણ આશ્ચર્યચકિત કરી દેશે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તમે એ પણ જાણો છો કે આ પ્રતિમા ભારતમાં નહીં પણ અમેરિકામાં છે. એવા ઘણા લોકો હશે જેમને આ જોવાની ખૂબ ઈચ્છા હશે પણ પૈસાના કારણે અમેરિકા જઈને આજ સુધી જોઈ શક્યા નથી. પણ હવે એ જોવા માટે તમારે અમેરિકા જવાની જરૂર નથી, બસ પંજાબ જાવ, તમારું કામ થઈ જશે. આવી જ રીતે પંજાબમાં લોકો વિદેશ જવાની ઈચ્છા રાખતા હોવાથી એરોપ્લેન પણ રાખે છે. કંઈ સમજાયું નહીં, કોઈ વાંધો નથી, ચાલો વિગતવાર સમજીએ.

 

પંજાબમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા મળી!

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબના તરનતારનનો હોવાનું કહેવાય છે. આ વીડિયોએ તેના વિચિત્ર ડિસ્પ્લેને કારણે ઈન્ટરનેટ વપરાશકર્તાઓનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં, સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની પ્રતિકૃતિ ગામમાં એક નિર્માણાધીન ઈમારતની ટોચ પર મૂકવામાં આવી છે. હકીકતમાં, એક વ્યક્તિએ તેના ઘરની ટોચ પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેવી પ્રતિમા બનાવી છે. અને આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે કોઈ પણ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશે.

 

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, “યુનાઈટેડ સ્ટેટ ઓફ અમૃતસર.” અન્ય યુઝરે લખ્યું કે, “અમેરિકાના વિઝા ન મળવાની ભડાસ.” તો ત્રીજા યૂઝરે લખ્યું કે, “સ્ટેચ્યુ ઓફ સરસો કા સાગ.” એક યુઝરે લખ્યું કે, “જ્યારે તમે લસ્સીમાં દારૂ મિક્સ કરો.” તો બીજા એક યુઝરે લખ્યું કે, ‘હકીકતમાં આ એક પાણીની ટાંકી છે. પંજાબમાં પાણીની ટાંકી વિવિધ આકારમાં રહેલી છે. કેટલીક સમય ટાંકીઓનો આકાર ગરુડ, ટ્રેક્ટર, એરોપ્લેન, રોકેટ, ફૂટબોલ જેવો હોયછે. જે ચોક્કસ રીતે અદ્ભુત દેખાય છે.

મહત્ત્વપૂર્ણ છે કે, આ કોઈ પહેલી ઘટના નથી કે જેનાથી લોકો આશ્ચર્ય થઈ ગયા હોય.  આ સિવાય લોકો તાજમહેલથી પ્રેરિત ઘરોની પ્રતિકૃતિઓ બનાવતા હોવાના અહેવાલો પણ ભૂતકાળમાં ચર્ચામાં આવ્યા છે. વર્ષ 2023માં, તમિલનાડુના ચેન્નઈમાં એક વેપારીએ તિરુવરુર નજીક અમ્મયપ્પન ખાતે તેની સ્વર્ગસ્થ માતા માટે એક મીની તાજમહેલ મેમોરિયલ હાઉસ બનાવ્યું હતું. આવી જ રીતે 2021માં મધ્યપ્રદેશના બુરહાનપુરના એક વ્યક્તિએ તેની પત્નીને તાજમહેલ જેવું ઘર ગિફ્ટ કર્યું હતું.

આ પણ જુઓ: અહીંની પોલીસ ભેંસ ઉપર બેસીને કરે છે પેટ્રોલિંગ, ઘણી રસપ્રદ છે આ જગ્યાની કહાની, જૂઓ વીડિયો

Back to top button