ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

હવે 14 ફેબ્રુઆરી ‘Cow Hug Day’ તરીકે ઉજવવા અપીલ, કોણ કરી રહ્યું છે આ માંગ ?

ભારતમાં એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા હવે ગાયને ગળે લગાવવાની તેને આલિંગન કરવાની અપીલ કરતો પત્ર બહાર પડ્યો છે. 14 ફેબ્રુઆરીને હવે ‘Cow Hug Day‘ તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે. વિશ્વભરમાં 14 ફેબ્રુઆરી યુવાનો હિલોળે ચઢે છે કારણકે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભારત સરકારના એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી પહેલ કરવાની આપી કરવામાં આવી છે. જેમાં 14 ફેબ્રુઆરીએ ‘Cow Hug Day’ એટલે કે ગાય આલિંગન દિવસ મનાવવાની અપીલ કરવામાં આવી છે જેમાં આ દિવસે ગાયને આલિંગન કરવામાં આવશે.

આ પણ જાણો:આજે Propose Day: આ રીતે પ્રેમનો એકરાર કરી પાર્ટનેરને કરો ઇમ્પ્રેસ

એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા અપીલ

14 ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભારતમાં એનિમલ વેલ્ફર બોર્ડ દ્વારા આ દિવસને ‘Cow Hug Day’ તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે. એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 6 તારીખે એટલે શનિવારે એક વિનંતી પત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમમાં લોકોને 14 ફેબ્રુઆરીને ‘Cow Hug Day’ તરીકે ઉજવવાની વિનંતી કરવામાં આવી છે. વધુમાં આ પત્રમાં ભારતમાં ગાયના મહત્વનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ટ્વીટર પર હાલમાં આ મુદ્દો પર ખૂબ જ ચર્ચામાં છે.

આ પણ વાંચો:વેલેન્ટાઇન વીકમાં આ રીતે કરો તમારો પ્રેમ વ્યક્ત

ભારતમાં ગાયનું મહત્વ

ભારતમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે તેનજ પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. પ્રાચીન વેદ અને શાસ્ત્રોમાં પણ ગાયના મહત્વનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં ગૌમુત્ર અને તેના દુધને સ્વાસ્થ્ય માટે અકસીર બતાવવામાં આવ્યું છે. હાલમાં પણ ઘણી ગૌશાળા દ્વારા ગૌપ્રોડક્ટ બનાવવામાં આવે. એ સિવાય ધર્મમાં તેણે માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનું પૂજન કરવામાં આવે છે.

આ પણ વાંચો:આવતીકાલથી શરુ થતા વેલેન્ટાઇન વીકની રોઝ આપી કરો પ્રેમની શરુઆત

વિદેશમાં ‘Cow Hug Therapy’નું ચલણ

ભારત સાથે અન્ય દેશોમાં પણ ગાયનું મહત્વ છે. ઘણાબધા દેશોમાં ‘Cow Hug Therapy’નું ચલન વધ્યું છે. અહી ગાયને આલિંગ કરવા માટે 1 કલાકની ફી આપવામાં આવે છે. ન્યુયોર્કમાં ‘Cow Hug Therapy’ના એક કલાક માટે રૂપિયા 5000ની ફી ચૂકવવી પડે છે એટલે કે ગાયને એક કલાક આલિંગન કરવા માટે રૂપિયા 5000 ચુકવવા પડે છે. આ થેરાપી દ્વારા લોકોને માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે તેમજ એક હકારાત્મક ઉર્જા મળે છે. આ સિવાય પણ બીજા ઘણા ફાયદા થાય છે. આમ ‘Cow Hug Therapy’નું ચલણ વધ્યું છે.

Back to top button