જો શનિવારે બેંકનું કામ પતાવતા હોય તો આ સમાચાર છે ખાસ
ગુજરાત સહિતદેશની તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોના કર્મચારી અને ઓફિસર યુનિયનોની લાંબા સમયથી પાંચ દિવસ સપ્તાહની માગણી હતી જેનો ઈન્ડિયન બેંક્સ એસોસીએશને સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. હાલમાં બીજો અને ચોથો શનિવારે બેંકો બંધ રહે છે તેના બદલે હવે તમામ શનિવારે બેંકો બંધ રહેશે. તેના બદલામાં સોમથી શુક્રવાર સુધી બેંકો વધુ અડધો કલાક સુધી કામ કરીને આ નુકસાન ભરપાઈ કરશે. સંભવતઃ આ સુધારાનો અમલ 1 જાન્યુઆરી, 2023 પછી થશે. આ સુધારા મંજૂરી માટે સરકારમાં જશે ત્યાં મંજૂરી મળે પછી અમલમાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: દિવાળી આવતા રેલવેએ વિશેષ ભાડાની 4 સ્પેશિયલ ટ્રેન દોડાવી, મુસાફરોને રાહત થઇ
જો સરકાર પાંચ દિવસના સપ્તાહને મંજૂરી ના આપે તો અમલી નહીં બને
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસીએશન, ઈન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફિસર્સની લાંબા સમયથી પાંચ દિવસનું સપ્તાહ કરવાની માગ હતી તેનો ઈન્ડિયન બેંક્સ એસોસીએશને સ્વીકાર કરી લીધો છે. જાન્યુઆરી માસ સુધીમાં આ અંગેની પ્રક્રિયા થયા બાદ બેંકો સપ્તાહમાં ફક્ત પાંચ દિવસ ચાલશે. હાલમાં બીજો અને ચોથો શનિવારે બેંકો બંધ રહે છે તેના બદલે આ સુધારા બાદ બેંકો બધા શનિવારે બંધ રહેશે. એટલે કે બેંક કર્મચારી અને ઓફિસરોને શનિ-રવિની રજા રહેશે તેમ આઈબોકના જનરલ સેક્રેટરી રંજને કહ્યું છે. આઈબીએ માગણીઓ સૈધ્ધાંતિક રીતે સ્વીકારી છે. હજુ સરકારમાં આ મામલો જશે. ત્યાં મંજૂરી મળે પછી અમલમાં આવશે. જો સરકાર પાંચ દિવસના સપ્તાહને મંજૂરી ના આપે તો અમલી નહીં બને.
આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલે જીતની મહોર મારી, આટલી બેઠકો મળવા વિશે કર્યો ખુલાસો
નોન કેશ ટ્રાન્ઝેક્શનના સમયમાં અડધો કલાકનો સમય વધારવામાં આવશે
પાંચ દિવસનું સપ્તાહ અમલમાં આવે ત્યારબાદ દૈનિક કામકાજના સમયમાં અડધો કલાકનો વધારો કરવામાં આવશે. નોન કેશ ટ્રાન્ઝેક્શનના સમયમાં અડધો કલાકનો સમય વધારવામાં આવશે. હાલમાં ઓફિસરોએ કેશ ટ્રાન્ઝેક્શનનો સમય 4-30 સુધી રાખવા કહ્યું છે. જ્યારે ક્લેરિકલ યુનિયને 3-30 કરવા કહ્યું છે.