હવે વડીલો પણ બનશે ટેકનોસેવી, AMA ખાતે યોજાયો સેમિનાર
- મોબાઈલ ફોનના ઉપયોગથી વધુને વધુ વડીલોને ટેકનોસેવી બનાવી મોબાઈલ ફોનના વિભિન્ન ફિચર્સના ઉપયોગ વડે તેમનું જીવન ગુણવત્તાસભર બનાવવા અને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે એએમએ ખાતે યોજાયો કાર્યક્રમ
અમદાવાદ, 10ફેબ્રુઆરી 2024 : એક્ટિવ વડીલો માટે મોબાઈલ જ્ઞાન અને માર્ગદર્શન કાર્યક્રમનું એએમએ અમદાવાદ ( AMA) ખાતે આજરોજ શનિવાર 10 ફેબ્રુઆરી 2024ના આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઈલ ફોનના ઉપયોગથી વધુને વધુ વડીલોને ટેકનોસેવી બનાવી મોબાઈલ ફોનના વિભિન્ન ફિચર્સના ઉપયોગ વડે તેમનું જીવન ગુણવત્તાસભર બનાવવા અને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે એએમએએ(AMA) મોબાઈલ લિટરસી પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.
મોબાઈલ જ્ઞાન અને માર્ગદર્શન પ્રોગ્રામમાં ફેકલ્ટી તરીકે જે.બી પટેલ અને રમેશ મુલવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ફેકલ્ટી દ્વારા ફોન શું છે, રોજિંદા જીવનમાં મોબાઈલ ફોનના ઉપયોગ શું છે, સંદેશ વ્યવહાર, વીડિયો કોલ અને વોઈસ કોલ, ટેક્સ્ટ મેસેજ કેમ મોકલવા, કેલેન્ડર્સ વર્લ્ડ મેપ, ગુગલ મેપ, એડ્રેસ બુક, રિમોટ વર્કિંગ, ઘેર બેઠા કામ, કેલક્યુલેટર, એલાર્મ કોર્લક ટોર્ચ, સમાચાર, રમતગમત, જીવંત ઘટનાઓ,શિક્ષણ, ફોટો કેવી રીતે પાડવા, વીડિયો કેમ બનાવવો જેવા અનેક વિષયોની પણ એક્ટિવ વડીલોને સમજણ આપવામાં આવી હતી.
હમ દેખેંગે ન્યૂઝ સાથેના એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં ફેકલ્ટી જે.બી. પટેલ અને રમેશ મુલવાણીએ જણાવ્યું હતું કે તેઓ બંને સારા મિત્રો છે અને માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જિલ્લાઓમાં આવા કાર્યક્રમોનું નિ:શુલ્ક આયોજન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે એક્ટિવ વડીલોને શીખવવાથી તેમને ખૂબ ખુશી મળે છે, અને તેઓ આવા સેવાભાવી કાર્ય આગળ પણ કરતાં રહેશે.
જૂઓ વીડિયો:
આ પણ વાંચો:CAA શું છે, જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવા કહ્યું