હવે વૉટ્સએપને ટક્કર આપવા એલન મસ્ક તત્પર? X પર આવશે નવું ફીચર
સિલિકોન વેલી, 29 ઓગસ્ટઃ વૉટ્સએપને ટૂંક સમયમાં એક નવી સ્પર્ધાનો સામનો કરવો પડે એવી શક્યતા છે કેમ કે એલન મસ્ક તેમની માલિકીના X ઉપર એક એવું ફીચર શરૂ કરી શકે છે જેને કારણે તેની લોકપ્રિયતા કદાચ વધી જશે. વાસ્તવમાં એલન મસ્ક તેમની નવી શૈલી અને વિચારો માટે જાણીતા છે. તેણે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું. આખી દુનિયામાં તેમના વિશે અને તેમની વાતોની ચર્ચા થાય છે.
મસ્ક X ના કરોડો યુઝર માટે એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી કરી રહ્યા છે. આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે, એટલું જ નહીં પરંરતુ એ ફીચર અન્ય ઘણા પ્લેટફોર્મને સીધી સ્પર્ધા આપશે. અહેવાલ મુજબ ખૂબ જ ટૂંક સમયમાં તમને X પર વીડિયો કૉલિંગનું ફીચર મળવા જઈ રહ્યું છે. X વિશે ચર્ચા કરતી વખતે કંપનીના એક અધિકારીએ કહ્યું કે એક નવું ફીચર ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. આમાં યુઝર્સ વીડિયો કોલિંગ કરી શકશે. હાલ આ સુવિધા શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે અને ટીમ દ્વારા આંતરિક રીતે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ખૂબ જ જલ્દી યુઝર્સને તેનું ટ્રાયલ ફીચર મળી શકે છે.
વીડિયો કોલિંગના ફીચર પર અત્યાર સુધી ગૂગલ, વોટ્સએપ અને ઝૂમનો દબદબો છે અને તેમની સાથે સ્પર્ધા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીડિયો કોલિંગની સાથે કંપની કોલિંગ ફીચર અંગે પણ નિર્ણય લેવા જઈ રહી છે. વીડિયો સિવાય તમે નોર્મલ કોલિંગ પણ કરી શકો છો. જો કે, અત્યાર સુધી આ વિશેષતાઓને લઈને માત્ર ચર્ચા થઈ રહી છે. આ ફીચર ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેના ટ્રાયલ પર પણ ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી થોડા સમય પહેલા એક્સ પર એલન મસ્ક દ્વારા શેર કરવામાં આવી હતી, પરંતુ હવે એક અધિકારીએ પણ આ વિશે જણાવ્યું છે.
આ પણ વાંચોઃ PM મોદી પર અપમાનજનક ટિપ્પણીના મામલામાં શશિ થરૂરને કોર્ટમાંથી આંચકો, આપ્યો આવો આદેશ