હવે WhatsApp માં પણ બનાવો તમારો નવો અવતાર : જાણો આ અપડેટ વિશે
WhatsAppએ હાલ ઘણાં બધા અપડેટ કર્યા છે અને તાજેતરમાં તેણે ખુબ જ નવા ફિચર્સ બહાર પાડ્યા છે. ત્યારે WhatsAppએ વધુ એક નવુ ફિચર બહાર પાડ્યું છે. WhatsAppએ હાલ અવતાર નામનું નવુ ફિચર બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે અવતારનું આ ફિચર WhatsApp ઉપરાંત ફેસબુક, સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર પહેલેથી જોવા મળે છે, ત્યારે હવે યુઝર્સ WhatsApp પર પણ આ ફિચરનો આનંદ ઉઠાવી શકે છે.
આ પણ વાંચો :
WhatsApp માં શેર પણ કરી શકાશે અવતાર
WhatsAppએ જારી કરેલું આ ફિચરથી યુઝર્સ ન માત્ર તેમનો નવો અવતાર બનાવી શકશે, પરંતુ તેમના અવતારની ડિઝાઈનને પોતાના મિત્રોને પણ શેર કરી શકશે. WhatsApp પર તમારો નવો અવતાર બનાવવા માટે તમારે તેનાં સેટિંગમાં જઈને અવતાર નામના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. જો તમે પહેલી વખત WhatsAppમાં તમારો અવતાર બનાવી રહ્યા છો તો તમને ક્રિયેટ અવતારનો ઓપ્શન મળશે. ક્રિયેટ અવતાર પર ક્લિક કરવાની સાથે જ તમને ઘણાં નવા કસ્ટમ અવતારના ઓપ્શન મળશે.
કેવી રીતે બનાવશો નવો અવતાર ?
કસ્ટમ અવતારમાં પહેલા જ તમને સ્કીન કલરનો ઓપ્શન મળશે, ત્યારબાદ હેયર સ્ટાઈલ અને હેયર કલરનો વિકલ્પ મળશે. ત્યારપછી આંખોનો કલર અને કદ તથા કોસ્ચ્યુમને સિલેક્ટ કરી અવતાર ફાઈનલ કરવાનો રહેશે. આ અવતારને તમે તમારા WhatsAppના પ્રોફાઈલ ફોટોમાં પણ રાખી શકો છો અને તેનો WhatsApp સ્ટીકર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.