ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હવે કોંગ્રેસ પણ ઉતર્યુ મેદાનમાં, ગુજરાતમાં ચૂંટણી માટે અશોક ગેહલોતની હાજરમાં ઘડાઈ રણનીતિ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસ પણ ભાજપને પડકાર આપવા માટે તૈયાર છે. રાજ્યમાં ચૂંટણી માહોલ જામ્યો છે. દર વખતે રહી રહીને જાગતી કોંગ્રેસ પણ હવે પહેલાથી જ એક્શન મોડમાં આવી ગઇ છે. કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત હાલ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે ચૂંટણીક્ષણી વ્યૂહરચનાને લઈ ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 52 હજાર બુથની વિગતો એકત્રિત કરાશે. તાલુકા પ્રમુખોને આજથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

એક તરફ ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં નબળી પડતી હોઈ તેવુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ માની રહ્યાં છે. આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં લોકો જોઈ રહ્યા છે.. સુસુપ્ત અવસ્થામા દેખાતી કોંગ્રેસે 125 સીટ જીતવાનો પ્લાન ધડ્યો છે. ટૂંક સમય પહેલા કોંગ્રેસની રાજસ્થાનના ઉદયપુર ખાતે મહત્વની ચિંતન શિબિર મળી હતી. ત્યારે ઉદયપુરમાં મળેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગયેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે મળીને ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હતી. આ ચર્ચાના આધારે કોંગ્રેસનીમિશન 2022ની રણનીતિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ચૂંટણી પ્રચાર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.  ચિંતન શિબિરમાથી પરત ફરેલા નેતાઓએ તેમના ચૂંટણીલક્ષી આયોજન અંગે વાત કરી અને તેમનો માસ્ટર પ્લાન જણાવ્યો હતો. જેમાં ભાજપના પેજ પ્રમુખ સામે કોંગ્રેસે ગ્રામ સેવક અને જન મિત્ર બનાવ્યા છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન: કાબુલ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ, 20 લોકોના મૃત્યું, 40થી વધુ ઈજાગ્રસ્ત

કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓ પણ મીશન 2022 માટે ગુજરાતમાં પ્રચાર કરશે.  2017ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જે પ્રમાણે ગુજરાતમાં પ્રચાર કર્યો હતો તે પ્રમાણે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી 2022માં ચૂંટણી પ્રચાર કરશે. રાષ્ટ્રીય કોંગ્રેસના મોટા નેતાઓ અને રાજ્યોના કોંગ્રેસ પ્રમુખની ફોજ પણ ગુજરાતમાં પ્રચાર તો કરશે પરંતુ તેમને જિલ્લાવાર જવાબદારી પણ સોંપવામાં આવી છે.. હાલ તો કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પાર્ટી એ ગુજરાતમાં સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉપરોક્ત આયોજન મુજબ કેટલી હદે બુથ મેનેજમેન્ટ મજબૂત કરી શકે છે તે જોવું રહ્યું

Back to top button