વધુ એક અભિનેત્રીએ સાજીદ ખાન પર લગાવ્યા આરોપ, કહ્યું – મને ઘરે બોલાવીને..


બોલિવૂડ ફિલ્મ નિર્માતા સાજિદ ખાન માટે બિગ બોસના ઘરમાં પ્રવેશવું આફત બની ગઈ છે. દરરોજ તેની એન્ટ્રીને લઈને હોબાળો થાય છે. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ બિગ બોસ મેકર્સ અને શો હોસ્ટ સલમાન ખાન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બધાનું કહેવું છે કે આખરે Metoo આરોપી સાજિદ ખાનને બિગ બોસમાં શા માટે લાવવામાં આવ્યો. સાજિદના કિસ્સામાં વધુ એક નવી અભિનેત્રી સામે આવી છે. જેણે સાજિદ ખાનની ગંદી હરકતોનો પર્દાફાશ કર્યો છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ભોજપુરી સિનેમાની સુપરહિટ હસીના રાની ચેટર્જી છે.

આજતકના રિપોર્ટ અનુસાર રાનીએ ખુલાસો કર્યો છે કે સાજિદ ખાને તેને પણ હેરાન કરી હતી. તેણે કહ્યું કે, મેં ફિલ્મ હિમ્મતવાલા દરમિયાન સાજિદની ટીમનો સંપર્ક કર્યો હતો. પછી અમે ફોન પર વાત કરી તો તેણે કહ્યું કે તમે મારા ઘરે આવો. એટલું જ નહીં તેમણે સૂચના આપી હતી કે જો કોઈ ઔપચારિક મીટિંગ હોય તો કોઈ મેનેજર કે પીઆર સાથે ન લાવતા અને એકલા જ આવજો. હું જુહુમાં તેના ઘરે પહોંચી. આ દરમિયાન સાજીદે મને કહ્યું કે હું તને આઈટમ સોંગ ધોખા-ધોખા માટે કાસ્ટ કરવાનો છું. આમાં તમારે ટૂંકો લહેંગો પહેરવાનો છે. મને તમારા પગ બતાવો. મેં વિચાર્યું કે કદાચ આવું થતું હશે, મેં મારા પગ ઘૂંટણ સુધી બતાવ્યા.

તેણે આગળ કહ્યું કે- પછી સાજિદે મને બ્રેસ્ટની સાઈઝ જણાવવાનું કહ્યું અને કહ્યું કે મારાથી શરમાશો નહીં. જ્યારે મેં આ બધું સાંભળ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો ? મને ખૂબ જ અસ્વસ્થતા જણાઈ છે. તેણે મને ગંદી રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. હું તરત જ નીકળી ગઈ. અભિનેત્રી કહે છે કે બિગ બોસને જોઈને મને ખૂબ ગુસ્સો આવે છે, મારું લોહી ઉકળી ઉઠે છે.

આ યાદીમાં રાની પહેલા સિંગર સોના મહાપાત્રા, શર્લિન ચોપરા, કનિષ્ક સોની, મંદાના કરીમી, સ્વાતિ માલીવાલ અને તનુશ્રી દત્તાએ પોતાનો અવાજ આપ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં MeToo મુવમેન્ટ દરમિયાન સાજિદ પર લગભગ 10 મહિલાઓએ શોષણનો આરોપ લગાવ્યો હતો.