ગુજરાતટ્રેન્ડિંગ

હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો, દેશભરમાં લાગુ થશે નવી સિસ્ટમ તમે પણ જાણી લો

Text To Speech

હવે ટ્રાફિક નિયમોને લઇને સરકાર વધુ એક સિસ્ટમ લાવવા જઈ રહી છે. દેશમાં ટૂંક જ સમયમાં એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. સરકાર આ સિસ્ટમ લાવવા માટે તૈયારીઓ કરી રહી છે.

એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર ટ્રાફિક નિયમોને લઈને હવે વધુ એક સિસ્ટમ લાવવા જઈ રહી છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ દેશના કોઈ પણ જગ્યાએથી નિયમ તોડશે તો તેના ઘરે દંડનો મેમો મોકલવામાં આવશે. સરકાર ટૂક જ સમયમાં એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા જ સીધો ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. અને જો ચલણ જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરવામાં આવે તો કેસ કોર્ટમા જશે. જ્યા નિયમ ભંગ કરનારને કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવુ પડશે.

ટ્રાફિક નિયમો-humdekhengenews

ગુજરાતમાં માર્ચ મહિના સુધીમાં નિયમો લાગુ થશે

કેંદ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ એક દેશ એક ચલણ સિસ્ટમને લાગુ કરવામાં આવી રહી છે. એક દેશ એક ચલણ સિસ્ટમને સમગ્ર દેશમાં લાગુ કરવામા આવશે. તમામ રાજ્યોમા નિયમ લાગુ થયા બાદ જો અન્ય રાજ્યમા નિયમ ભંગ થશે તો પણ મેમો ઘરે આવશે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી માર્ચ મહિના સુધીમાં આ નિયમો લાગુ થઈ શકે છે. જેમાં પહેલા તબક્કામાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગરમાં આ સિસ્ટમને લાગુ કરવામા આવશે. જે તે મહાનગરમાં પોતાના કંટ્રોલથી જ ચલણ જનરેટ થશે. જેમાં અમદાવાદ 711, રાજકોટ 200, સુરત 715, વડોદરા 1500 કેમેરાથી ચલણ જનરેટ થશે.

આ પણ વાંચો : મલ્ટી નેશનલ કંપનીઓમાં જ નહીં પણ હીરા ઉદ્યોગ પર નોકરીમાંથી છૂટા કરવા માટેનું ગ્રહણ

Back to top button