- લલિત મોદીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેને ભાગેડુ બોલવા પર સવાલ ઉઠાવ્યા
- લલિત મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટીશ કોર્ટમાં કેસ કરવાની તૈયારી બતાવી
- કોંગ્રેસના નેતાઓ સામે વિદેશમાં સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો
હવે રાહુલ ગાંધી સામે વધુ એક ‘મોદી’ મેદાને આવ્યો છે. રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. રાહુલ ગાંધી ભાગેડુ લલિત મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ તેને ભાગેડુ ગણાવીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે લલિત મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો છે. તેણે કહ્યું કે તે રાહુલ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જશે. લલિત મોદીને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે તેને દોષિત ઠેરવવામાં આવ્યા નથી અને તેઓ દેશના સામાન્ય નાગરિક છે.
લલિત મોદીએ રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહ્યો
‘મોદી’ અટક પર ટિપ્પણી બદલ સુરતની સેસન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યો હતો અને તેથી તેને લોકસભાનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું. લલિત મોદીએ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેને ભાગેડુ બોલવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તે કેમ અને કેવી રીતે ભાગેડુ છે? તેણે રાહુલને ‘પપ્પુ’ કહ્યો અને પૂછ્યું કે આખરે તેને ક્યારે દોષિત ઠેરવવામાં આવ્યો? તેણે કહ્યું કે એક અન્ય વિપક્ષી નેતાઓની પાસે કરવા માટે બીજું કંઈ નથી, કાં તો તેમની પાસે ખોટી માહિતી છે અથવા તેઓ બદલાની ભાવનાથી બોલે છે.
આ પણ વાંચો : એક્સ બોયફ્રેન્ડ સાથે સુષ્મિતા, લોકોએ પૂછ્યુ-લલિત મોદી ક્યાં છે?
i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing…
— Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023
કોંગ્રેસના નેતાઓ સામે વિદેશમાં સંપત્તિ હોવાનો આરોપ
લલિત મોદીએ ટ્વીટમાં કહ્યું કે તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં જશે. રાહુલ ગાંધીને નક્કર પુરાવા સાથે આવવા માટે પડકાર ફેંક્યો અને કહ્યું કે તેઓ તેમને (રાહુલ ગાંધી)ને મૂર્ખ બનતા જોવા આતુર છે. લલિત મોદીએ પોતાના ટ્વીટમાં હેશટેગ સાથે કોંગ્રેસના નેતાઓ આરકે ધવન, સીતારામ કેસરી, મોતીલાલ વોહરા અને સતીશ ચરણના નામ લેતા તેમના પર દાવો કર્યો કે તેમની પાસે વિદેશમાં સંપત્તિ છે.
આ પણ વાંચો : લલિત મોદી સાથેના સંબંધોની ઉડી મજાક, સુષ્મિતાને આપ્યો જડબાતોડ જવાબ
એવું લાગે છે… શાસનના અસલી હકદાર તે જ છે
લલિત મોદીએ કહ્યું કે નારાયણ દત્ત તિવારીને પણ ભૂલવા જોઈએ નહીં. તેણે પૂછ્યું કે ‘તમારા બધાની પાસે વિદેશમાં સંપત્તિ કેવી રીતે છે? કમલનાથને પૂછો… હું પુરાવા માટે સરનામું અને ફોટા પણ મોકલી શકું છું. લલિત મોદીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે ભારતના લોકોને મૂર્ખ ન બનાવો… ગાંધી પરિવાર માને છે કે દેશ પર શાસન કરવા માટે તેઓ જ હકદાર છે. ભાગેડુએ એમ પણ કહ્યું હતું કે તે ઘરે પરત ફરશે, પરંતુ એના માટે કડક કાયદો બનાવવો પડશે.