હવે ઉર્ફી જાવેદ દેખાઇ માત્ર ગજરામાંઃ ભડક્યા લોકો


- ઉર્ફી જાવેદે વીડિયો શેર કરી ફરી તહેલકો મચાવ્યો
- રમઝાનમાં આવા વીડિયોથી લોકો ભડક્યા
- એક યુઝરે મુસ્લિમના નામે કલંક ગણાવી
ઉર્ફી જાવેદને આજે દરેક વ્યક્તિ ઓળખે છે. જે લોકો તેનો વિરોધ કરે છે તેઓ પણ તેના વીડિયો અને ફોટોની રાહ જોતા હોય છે. આજે ઉર્ફીએ તેના લેટેસ્ટ વીડિયોમાં તહેલકો મચાવી દીધો છે. આ વીડિયોમાં સૌ કોઇની નજર માત્ર તેના પહેરવેશ પર છે. આ વીડિયોના લીધે તે ફરી ચર્ચામાં આવી છે. આ વીડિયોમાં તેણે શરીર પર કપડાં નહીં, પરંતુ માત્ર ફુલોનો ગજરો પહેર્યો છે.
View this post on Instagram
રમઝાન પર આવ્યો ઉર્ફીનો વીડિયો
ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. અજીબો-ગરીબ કપડાં પહેરીને તે ભીડ વચ્ચે પણ પુરા કોન્ફિડન્સ સાથે ચાલે છે. તેનો આ અંદાજ તેના ફેન્સને આકર્ષે છે. આ વખતે ઉર્ફીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે પોતાના અડધા શરીરને હાથ વડે ઢાંકી રહી છે, તો અડધાને ફુલોના ગજરાથી છુપાવે છે. આ વીડિયોને લઇને તને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
Look ???? #urfijaved pic.twitter.com/WUuKcKsXSe
— Urfi javed (@Urfijaved7) April 9, 2023
સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઇ
ઉર્ફીનો આ વીડિયો પવિત્ર રમઝાન માસમાં આવ્યો છે, તેથી યુઝર્સ વધુ ભડક્યા છે. એક યુઝરે લખ્યુ છે કે રમઝાનનો ખ્યાલ રાખ પ્લીઝ. અન્ય એક યુઝરે લખ્યુ છે તુ મુસ્લિમના નામ પર કલંક છે.
આ પણ વાંચોઃ Hate Speech : કાજલ હિન્દુસ્તાની જેલ હવાલે, ધારાસભ્ય સામે કાર્યવાહી ક્યારે ?