ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ?

Text To Speech

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપરોયગ આપણી આસપાસની ઘણી જગ્યાઓ પર થઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર કંઇક સર્ચ કરવુ હોય કે પછી ઘરની વસ્તુઓને સ્માર્ટ બનાવવી હોય. હવે ગોવા ના બીચ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળો રોબોટ તૈનાત કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ હવે લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવશે. ગોવાના બીચ પર તમને એઆઇ પાવર્ડ રોબોટ મળશે.

હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ? hum dekhenge news

લાઇફગાર્ડ એજન્સી દ્રષ્ટિ મરીને સેલ્ફ ડ્રાઈવિંગ રોબોટ ઓરસ અને ટ્રાઇટનને ઇન્ટ્રોડ્યુઝ કર્યા છે. જે એઆઈ સંચાલિત છે. આ બંને મોનિટરિંગ સિસ્ટમ છે, જે લોકોનો જીવ બચાવવામાં ટીમની મદદ કરશે. નવતર પ્રયોગથી આ સ્થાનોમાં બીચ સંબંધિત ઘટનાઓમાં વધારો થતો અટકાવશે.

દ્રષ્ટિ મરીનના ઓપરેશન હેડ અવસ્થીએ જણાવ્યુ કે બંને એઆઇ મોનિટર કેમેરા બેઝ્ડ છે. જે પોતાની આસપાસની વસ્તુઓને સ્કેન કરીને રિસ્ક ડિટેક્ટ કરે છે. સાથે સાથે તે રિયલ ટાઇમ ઇંફોર્મેશન લાઇફગાર્ડ સાથે શેર કરશે. આ કારણે ગાર્ડ્સ કોઇ ઇમરજન્સી સ્થિતિમાં ઝડપથી રિસ્પોન્સ કરી શકે.

હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ? hum dekhenge news

એઆઈ આધારિત દેખરેખમાં ઓરસ અને ટ્રાઈટન રહેશે સાથે

ઓરસ સાથે ટ્રાઇટન એઆઈ સિસ્ટમનું પ્રાથમિક ધ્યાન તરવા પર પ્રતિબંધિત વિસ્તારોનું સંપૂર્ણ એઆઈ-આધારિત મોનિટરિંગ પૂરું પાડવાનું છે. આ સાથે જ પ્રવાસીઓને જોખમ અંગે ચેતવણી આપવી અને નજીકના લાઈફ સેવરને સૂચિત કરવું. તે દરિયાકિનારાનું વ્યાપક કવરેજ પ્રદાન કરવા માટે ઓરસ સાથે મળીને કામ કરશે. ટ્રાઇટન નોન-સ્વિમિંગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે, લાઇફગાર્ડ્સને ઓળખશે અને માહિતી ટ્રાન્સફર કરશે. તે તેમને ભરતી દરમિયાન અને જોખમી વિસ્તારોમાં પાણીમાં પ્રવેશતા પ્રવાસીઓને ઓળખવામાં મદદ કરશે.

હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ? hum dekhenge news

લાઇફગાર્ડ સંસ્થા દ્રષ્ટિ મરીને જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારમાં 1000થી વધુ બચાવની ઘટનાઓ જોવા મળી છે. ટ્રાઇટને અત્યાર સુધીમાં 19,000 કલાકનો રનટાઇમ પૂરો કર્યો છે. બંને એઆઈ-સર્વેલન્સ કેમેરા આધારિત સિસ્ટમ આસપાસના સ્થાનો અને તેની હિલચાલ પર નજર રાખી શકે છે અને સાથે જ તેઓ જોખમોનું મૂલ્યાંકન કરી શકે છે અને તેમને શોધી શકે છે. કન્ટ્રોલ રૂમમાં બેઠેલી ટીમ નક્કી કરશે કે બંને રોબોટ કયા એરિયામાં પેટ્રોલિંગ કરશે.

આ પણ વાંચોઃ પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાને નિહાળીને G-20 ડેલિગેટસ‌ થયા અભિભૂત

Back to top button