ટ્રેન્ડિંગનેશનલમીડિયા

હવે એક સાથે 85 પ્લેનને મળી ધમકી, 20 એર ઈન્ડિયા અને 25 આકાશ ફ્લાઈટ્સનો સમાવેશ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 24 ઓકટોબર :  ફ્લાઈટ્સને ઉડાવી દેવાની ધમકી સાથે જોડાયેલા કિસ્સાઓ અટકી રહ્યા નથી. હવે 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઈન્ડિયાના 20 ફ્લાઈટ સામેલ છે. જે ફ્લાઈટ્સને ધમકીઓ મળી છે તેમાં 20 ઈન્ડિગો, 20 વિસ્તારા અને 25 આકાશ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ પહેલા દિલ્હી પોલીસે 90 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા આઠ દિવસમાં આઠ અલગ-અલગ FIR નોંધી છે. જે ફ્લાઈટને ધમકીઓ મળી છે તેમાં આકાશ, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં તપાસ ચાલી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, X પર ધમકીભર્યા સંદેશા મળ્યા હતા જેને બાદમાં અધિકારીઓએ નકારી કાઢ્યા હતા. પહેલો કેસ 16 ઓક્ટોબરના રોજ બેંગલુરુ જતી આકાશ ફ્લાઈટને નિશાન બનાવવાનો હતો. એસએમએસ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં 180થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડ્યું. બીજા દિવસે, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને એક પત્ર લખીને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી.

દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઈટ્સ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં 170થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન, સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાનનું અર્થતંત્ર હવે ‘ગધેડા’ને સહારેઃ ચીન સાથે મળીને બનાવી ખતરનાક યોજના, જાણો

Back to top button