એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

ભુજ જિલ્લામાં આવતીકાલ શુક્રવારથી શરૂ થતી યુજીસી-નેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામું જારી

ભુજ, 2 ડિસેમ્બર, 2025: ભુજ જિલ્લામાં આવતીકાલ શુક્રવારથી શરૂ થતી યુજીસી-નેટની પરીક્ષા માટે જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા યુજીસી-નેટ ડિસેમ્બર-૨૦૨૪ પરીક્ષા તા.૦૩/૦૧/૨૦૨૫ થી તા.૧૬મી જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં સલામતીની વ્‍યવસ્‍થા ગોઠવવા માટે પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે.

જિલ્‍લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્‍વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઇટ/ડુપ્‍લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉતરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ મિતેશ પંડ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં અનુસૂચિ મુજબ શ્રી આર.આર.લાલન કોલેજ, ભુજ અને ડિપાર્ટમેન્ટલ ઓફ કોમ્પ્યૂટર સાયન્સ, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ પરીક્ષા કેન્દ્રોની આસપાસની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્‍તારમાં તા.૦૩/૧/૨૦૨૫ના સવારના ૬ વાગ્યાથી તા.૧૬/૦૧/૨૦૨૫ના રાત્રીના ૮ વાગ્યા સુધી પ્રતિબંધો અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્‍યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્‍તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા.

પરીક્ષા કેન્‍દ્રો/બિલ્‍ડીંગોના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્‍દ્રોના સંપાદકશ્રીઓ, બિલ્‍ડીંગના કન્‍ડકટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તે તપાસીને પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્‍દ્ર/બિલ્‍ડીંગના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં અને પરીક્ષા કેન્‍દ્રની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં ગલીમાં કોઇપણ વ્યક્તિએ સ્માર્ટવોચ, વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્‍લુ ટુથ, ઈયરફોન, લેપટોપ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્‍ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્‍ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં તથા મ્યૂઝિક, સંગીત ઈત્યાદી જોરથી વગાડવું નહીં.

આ હુકમ અન્‍વયે પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને, પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આપણ વાંચોઃ ડી ગુકેશ બન્યા દેશના સૌથી યુવા ખેલરત્ન, જૂઓ અન્ય ખેલાડીઓને મળશે આ સર્વોચ્ચ પુરસ્કાર

Look Back 2024 શ્રેણીના તમામ માહિતી સભર સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>

https://www.humdekhenge.in/lookback-2024/

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button