અમદાવાદમાં પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારાને નોટિસ અપાશે
- શહેરમાં 48 વોર્ડમાં સાત લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે
- તમામ સાત લાખ મિલકતને પ્રોફેશનલ ટેકસ હેઠળ આવરી લેવામાં આવશે
- હાલમાં સાત લાખ પૈકી ૩.25 લાખને જ પ્રોફેશનલ ટેકસના બિલ અપાય છે
અમદાવાદના 48 વોર્ડમાં સાત લાખ જેટલી કોમર્શિયલ મિલકત આવેલી છે. આ તમામ સાત લાખ મિલકતને પ્રોફેશનલ ટેકસ હેઠળ આવરી લેવામાં આવશે. હાલમાં સાત લાખ પૈકી ૩.25 લાખ કોમર્શિયલ મિલકતને જ પ્રોફેશનલ ટેકસના બિલ ટેકસ વિભાગ દ્વારા આપવામાં આવે છે.
કોમર્શિયલ મિલકતના ધારકોને બાકી ટેકસ ભરવા એક સપ્તાહમાં નોટિસ અપાશે
પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારા તમામ કોમર્શિયલ મિલકતના ધારકોને ટેકસ વિભાગ તરફથી એક સપ્તાહમાં પ્રોફેશનલ ટેકસ ભરવા નોટિસ અપાશે. મ્યુનિ.ની રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં આવેલી કુલ સાત લાખ કોમર્શિયલ મિલકત પેટે થતી પ્રોફેશનલ ટેકસ અંગે ચર્ચા કરવામા આવી હતી.ચર્ચા દરમિયાન શહેરમાં માત્ર ૩.25 લાખ કોમર્શિયલ મિલકતને જ પ્રોફેશનલ ટેકસના બિલ અપાતા હોવાની વિગત બહાર આવી હતી. કમિટી ચેરમેને જણાવ્યું કે પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારા તમામ કોમર્શિયલ મિલકતના ધારકોને બાકી ટેકસ ભરવા એક સપ્તાહમાં નોટિસ અપાશે.
457 કરદાતાઓની મિલકત રેવન્યુ રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકવામા આવી
નોટિસમાં છેલ્લા ત્રણ વર્ષનો બેઝ લેવાશે. વર્ષ-2024 દરમિયાન મ્યુનિસિપલ ટેકસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની 61 મિલકતની હરાજી કરાઈ હતી. જોકે એક પણ ખરીદદાર નહીં મળતા આ તમામ મિલકત મ્યુનિ.ટેકસ વિભાગે એક રૂપિયા ટોકન દરથી મ્યુનિ.તંત્રના નામે કરી હતી. ગત વર્ષે બાકી મિલકતવેરો નહીં ભરનારા કરદાતાઓ પૈકી કુલ 457 કરદાતાઓની મિલકત રેવન્યુ રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકવામા આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતા, બે દિવસ કમોસમી વરસાદની આગાહી