ગુજરાત

વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલને શરતભંગ બદલ નોટિસ

Text To Speech

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલને ફાળવેલી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ ન થવા બદલ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીથી નોટિસ આપવામાં આવી છે. હોસ્પિટલ ને ફાળવાયેલી 10 એકર જમીન સામે માત્ર બે એકર જમીનનો ઉપયોગ થયો હોવાથી નોટિસ ફટકારીને આ જમીન શ્રી સરકાર કેમ ના કરવી તેવો ખુલાસો પૂછવામાં આવ્યો છે. જેને લઈને વડગામમાં ખળભળાટ મચી ગયો છે.

વડગામ ખાતે જિલ્લાના લોકોને આયુર્વેદની સારવાર મળી રહે તે માટે જુના સ.નં. 660માં 10 એકર જમીન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ના બાંધકામ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ પાલનપુરના નાયબ કલેક્ટર દ્વારા આ જમીનની દરખાસ્ત થઈ હતી. જેમાં બે એકર જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે.અને બાકીની જમીન ખુલ્લી હતી. જેથી આ જમીનનો કાર્યકક્ષમ ઉપયોગ થયો નથી. જેથી શરતભંગ બદલ આ જમીન શ્રી સરકાર કેમ ના કરવી તે અંગેની નોટીસ કલેકટર બનાસકાંઠા દ્વારા આપવામાં આવી હતી. જેને લઈને વડગામ માં ખળભળાટ મચી ગયો છે.

hospital

બીજી તરફ હાલમાં વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી જુદા જુદા રોગોનો ઈલાજ માટે દર્દીઓ આવે છે. સમગ્ર રાજ્યમાં સૌથી રેકોર્ડ બ્રેક કામગીરી વડગામ સરકારી આર્યુવેદિક હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો દ્વારા કરવામાં આવે છે. કોવિડના કપરાકાળમાં પણ વડગામ સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું બિલ્ડીંગ આશીર્વાદ સમાન પુરાવા થયું હતું. યોગ ,પંચકર્મ ,જેવી અનેક પ્રવૃત્તિઓથી ધમધમતી હોસ્પિટલ માં દરરોજના 100 થી 150 દર્દીઓ સેવાનો લાભ લે છે. ત્યારે તંત્ર દ્વારા શરત ભંગ ની નોટીસ અપાતા લોકોમાં ચિંતાની લહેર પ્રસરી છે. લોકોમાં આવી લાગણી પ્રવર્તે છે કે, બનાસકાંઠા સાંસદ, રાજ્ય સભાના સાંસદ, રાજ્ય મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત ડેલિગેટ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત વડગામ તાલુકાનું હિત ધરાવતા તમામ જાહેર સેવકો આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરે તેવી વડગામ તાલુકાની પ્રજાની બુલંદ માંગ છે.

Back to top button