બનાસકાંઠા જિલ્લામાં એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટી નહિ ભરનારા પક્ષકારોને નોટિસ
- જિલ્લામાં રૂ. ૨૯,૬૮,૮૭૦ રકમની વસૂલાત બાકી
- સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ નહિ થાય તો જપ્તીની કાર્યવાહી
પાલનપુર, 28 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી નહી ભરનારા પક્ષકારોને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ એ નોટિસ ફટકારી છે. જો તેઓ આ રકમ નોટિસ આપ્યા બાદ સમયસર સ્ટેમ્પ ડયુટી નહીં ભરે તો જંગમ મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી શકે છે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ- ૧૯૫૮ ની કલમ- ૩૨ (ક), ૩૩ અને ૫૩ (ક) ની જોગવાઈઓ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલ કરવા હુકમો કરવામાં આવેલ છે. આમ છતાં સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ ન થતાં જમીન મહેસુલની બાકી રકમ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો નોટિસ મળેથી પણ આવા પક્ષકારો બાકી રકમ ભરવામાં કસુર કરશે તો સ્થાવર જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે. જિલ્લામાં તો આવા પક્ષકારો પાસેથી ૨૯,૬૮,૮૭૦ રકમ વસૂલવાની થાય છે.
બનાસકાંઠા જિલ્લાના આવા એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટી લેવાપાત્ર હોય તેવા પક્ષકારોને બાકી રકમ વસુલ કરવા જમીન મહેસુલ કાયદા હેઠળ તથા બીજી અન્ય નોટીસો આપવામાં આવેલ છે. તેમ છતાં પક્ષકારોએ રકમ ભરવા દરકાર કરેલ નથી. જેથી આવા પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડયુટી + નિયત વ્યાજ + સરચાર્જ મળી જે રકમ નકકી થાય તે રકમ તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે.અન્યથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલમ–૧૫૪/૧૫૫ મુજબ સ્થાવર-જંગમ મિલકતની જાહેર હરાજી કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે એવું નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર, પાલનપર)એ જણાવ્યું છે.
કયા પક્ષકારોને નોટિસ આપવામાં આવી
(૧) પટેલ વિપુલકુમાર નટવરલાલ, રહેવાસી શેરી નં.૩૦, જુના લક્ષ્મીપુરા, પાલનપુર
(૨) રાતડા રાજસંગભાઈ ગણેશભાઈ (ગેટ વે ડેવલોપર્સ) રહેવાસી બાદરપુરા, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા
(૩) ગોયલ સુરેશકુમાર એન. જી.આઈ.ડી.સી., ડીસા
(૪) ઠેકેદાર અબ્બાસભાઈ અબ્દુલરસીદ રહેવાસી રાજપુર ગવાડી, પોલીસ ચોકી પાસે, ડીસા
(૫) મહેશ્વરી સંજયકુમાર વિજયકુમાર રહેવાસી ડીસા કૃષ્ણનગર સોસાયટી
(૬) સંઘવી અભયકુમાર સેંવતીલાલ વિગેરે રહેવાસી નવાડીસા, દેના બેંકની બાજુમાં, તા.ડીસા
(૭) ઠકકર શારદાબેન રસીકલાલ, રહેવાસી શિહોરી, તા.કાંકરેજ
(૮) માળી ભીખાજી પુનમાજી રહેવાસી ૩/૧૦, ડાયમંડ સોસાયટી, ડીસા
(૯) સુરેશકુમાર શાંતિલાલ શેઠ રહેવાસી શ્રેયસ સોસાયટી, ડીસા, તા.ડીસા
(૧૦) પ્રજાપતિ પ્રેમાભાઈ દોલાભાઈ રહેવાસીનાઈવાસ, તા.ધાનેરા
આ પણ વાંચોઃડીસાના ભોપાનગરમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા,11600 નો મુદ્દામાલ જપ્ત