અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ
- 25-26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં કોન્સર્ટ
- કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે
અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં બાળકોને લઇને ખાસ સૂચના અપાઇ છે. તેમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને નોટિસ ફટકારવામાં આવી છે.
કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને DCPUની નોટિસ
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા નોટિસ ફટકારીને કોન્સર્ટમાં જાહેર સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા અને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા બાળકોને ઈયરપ્લગ લગાડવામાં આવે તેને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. જાન્યુઆરીએ યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટના આયોજકોને ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કોન્સર્ટ વખતે જાહેર મંચ પર બાળકોને ન બોલાવવા અંગે નોટિસમાં જણાવાયું છે.
દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં આ મામલે કર્ણાટક સરકારે નોટિસ ફટકારી
કોન્સર્ટ દરમિયાન 120 ડેસિબલથી વધુનો અવાજ ઉત્પન્ન થતો હોવાથી બાળકો માટે આટલો અવાજ ઘોંઘાટરૂપ સાબિત થતા તેમના કાન અને મન પર અસર પહોંચે છે. જેને ધ્યાનમાં રાખીને DCPUએ નોટિસમાં બાળકોને ઈયરપ્લગ વગર સ્ટેડિયમમાં પ્રવેશ ન આપવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, અગાઉ પણ દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં આ મામલે કર્ણાટક સરકારે નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ, જાણો કેટલા ઉમેદવાર આવશે