વાયુસેનાના દિવ્યાંગ અધિકારી સાથે દુર્વ્યવહાર બદલ OLAને નોટિસ
- ઓલા કેબ ડ્રાઈવરે વાયુસેનાના વરિષ્ઠની વ્હીલચેર લઈ જવાનો ના પાડતાં કેન્દ્રએ OLAને નોટિસ ફટકારી.
- CCPDમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિંગ કમાન્ડર શાંતનુએ થોડા અંતર માટે ઓલા કેબ બુક કરાવી હતી.
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: કેન્દ્ર સરકારે કેબ ઓપરેટર કંપની OLA પાસેથી ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી વિંગ કમાન્ડર શાંતનુ સાથેના ગેરવર્તણૂક અંગે જવાબ માંગ્યો છે. શુક્રવારે, CCPD (કમિશનર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ) એ ઓલા કેબને નોટિસ જારી કરીને 30 દિવસની અંદર તેમની પાસેથી સ્પષ્ટતા અને જવાબ માંગ્યો છે. આરોપ છે કે ઓલા કેબના ડ્રાઈવરે એરફોર્સ ઓફિસર શાંતનુ સાથે ગેરવર્તન કર્યું અને તેની પત્ની સાથે પણ દુવ્યવહાર કર્યો હતો. વાયુસેનાના વરિષ્ઠ વિંગ કમાન્ડર શાંતનુ દિવ્યાંગ છે.
કેમ નોટિસ આપવામાં આવી ?
ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી વિંગ કમાન્ડર શાંતે થોડા અંતર માટે ઓલા કેબ બુક કરાવી હતી. ત્યારે તેમની સાથે રહેલી વ્હીલચોરને તેમની પત્નીએ ડ્રાઈવરને વ્હીલચેરને ફોલ્ડ કરીને પાછળની સીટ પર રાખવાની વિનંતી કરી હતી. વ્હીલચેરને ઓલા કેબ ડ્રાઈવરે તેને ગાડીમાં લઈ જવાની ચોખ્ખીના પાડી હતી અને ઓલા કેબના ડ્રાઈવરે વાયુસેનાના વરિષ્ઠ દિવ્યાંગ અધિકારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત અધિકારીની પત્ની સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. જેને લઈને દિવ્યાંગ અધિકારીએ CCPD (કમિશનર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ)માં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે કેન્દ્રએ OLAને નોટિસ ફટકારી છે.
વિંગ કમાન્ડ શાંતનુને જાન્યુઆરી 2017માં એક માર્ગ અકસ્માત નડ્યો હતો. જેના કારણે તેમને છાતીથી નીચેના ભાગે લકવાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેઓ બે મહિના કોમામાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાના શરીર પર ધીરે ધીરે કાબુ મેળવ્યો હતો. એ પછી તેમણે પેરાલિમ્પિક સ્વિમિંગ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં પણ તેણે બે ગોલ્ડ મેડલ જીતીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ પણ વાંચો: રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો