ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી માટે ગુજરાત AAP વડાને નોટિસ, 13 ઓક્ટોબરે હાજર થવા ફરમાન

Text To Speech

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ એક નોટિસમાં આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને 13 ઓક્ટોબરે કમિશન સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ નોટિસ ઈટાલિયાની એક જૂની વીડિયો ક્લિપના સંદર્ભમાં જારી કરવામાં આવી છે જેમાં તે ભારતના વડાપ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. બીજેપી નેતા તજિન્દર બગ્ગાએ ટ્વિટર પર ક્લિપ શેર કર્યા બાદ રવિવારે કમિશને વીડિયોની નોંધ લીધી હતી. કમિશને નોટિસમાં કહ્યું છે કે, “ઇટાલિયા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા મહિલા વિરોધી છે. આ અત્યંત શરમજનક, નિંદનીય અને ખેદજનક છે.

GOPAL- HUM DEKHENGE
 

AAPએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો

ગોપાલ ઇટાલિયાનો બચાવ કરતા AAPના ગુજરાતના સહ-પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે સવારે કહ્યું હતું કે, જો ઇટાલિયાએ કોઇ ભૂલ કરી હોય તો કાયદા મુજબ કાર્યવાહી કરો, પરંતુ હકીકત એ છે કે ભાજપને લાગવા માંડ્યું છે કે તે હારી રહી છે. કારણ કે અરવિંદ કેજરીવાલ અને AAPની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે અને શાસક પક્ષ મુખ્ય મુદ્દાઓ પર સંતોષકારક જવાબો આપી શકવાની સ્થિતિમાં નથી. ત્યારે આ કેસમાં ફસાવવા માટે જૂની વીડિયો ક્લિપ બહાર કાઢી.

ભાજપના યજ્ઞેશ દવે પર નિશાન સાધ્યું

ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ ઈટાલિયા પર કટાક્ષ કરતા આરોપ લગાવ્યો કે આ શબ્દો AAP અને ઈટાલિયાની સંસ્કૃતિ દર્શાવે છે, દવેએ કહ્યું કે, આવી વ્યક્તિને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી, જે ભારતના વડાપ્રધાનનું અપમાન કરે છે.

આ પણ વાંચો : રાજકોટ પહોંચેલા રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું- જૂનાં વીડિયો દેખાડી મત માગી રહ્યાં છે, ઇટાલિયાના વાયરલ વીડિયો અંગે પણ આપી પ્રતિક્રિયા

Back to top button