T20 વર્લ્ડકપટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘તારા વગર કંઈ નહીં…’ ચેમ્પિયન બન્યા બાદ વિરાટે અનુષ્કા માટે લખી હૃદયસ્પર્શી નોટ

Text To Speech
  • વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને પોતાની વર્લ્ડ કપ જીતમાં સમાન ભાગીદાર ગણાવી 

નવી દિલ્હી, 1 જુલાઇ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને પાવર કપલ કહેવાય છે કે, કારણ કે બંને દરેક ક્ષણે એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે. તેઓ મુશ્કેલ સમય તેમજ સારા સમય દરમિયાન એકબીજાની સાથે મજબૂત ઊભા રહે છે. બોલિવૂડ અને ક્રિકેટ જગતની આ જોડીની જોરદાર ફેન ફોલોઈંગ છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી વખત ચર્ચા થાય છે. ત્યારે ફરી એકવાર બંને ચર્ચામાં છે. T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ વિરાટ કોહલીએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક સુંદર તસવીર પણ પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યો છે. બંનેના હાથમાં જામ છે અને બંને ખુશીની ઉજવણી કરતા જોવા મળે છે. આ તસવીરમાં વિરાટ અને અનુષ્કા બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીરની સાથે વિરાટે અનુષ્કા માટે એક હૃદયસ્પર્શી નોટ પણ લખી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટે અનુષ્કા માટે શું લખ્યું?

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. સુંદર તસવીરની સાથે તેણે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. અનુષ્કાના વખાણ કરતાં વિરાટ કોહલી લખ્યું છે કે, ‘મારા પ્રેમ, તારા વિના આ બધું શક્ય ન હોત. તમે મને વિનમ્ર, જમીન સાથે જોડાયેલો અને હંમેશા પૂર્ણ પ્રામાણિકતાથી કહો છો કે આ કેવું છે. હું તમારો જેટલો આભારી છું, તેટલો ઓછો છે. આ જીત એટલી જ તમારી છે જેટલી મારી છે. તમારો આભાર અને હું તમને તમે જેવા છો તે માટે જ પ્રેમ કરું છું.

ચાહકો કપલના કરી રહ્યા છે વખાણ 

આ પોસ્ટ જોયા બાદ લોકો કપલના વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘અભિ ના જાઓ છોડકે યે દિલ અભિ ભરા નહીં.‘, જ્યારે બીજી વ્યક્તિએ લખ્યું કે, ‘પોતાની ક્વિન સાથે કિંગ.‘ અન્ય યુઝરે લખ્યું, ‘કિંગ એન્ડ ક્વીન.‘ મહત્ત્વપૂર્ણ છે કે, અનુષ્કા શર્મા માટે વિરાટ કોહલીની આ ખાસ પોસ્ટ T20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ બહાર આવી છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ વિરાટે નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી.

આ પણ જુઓ: વર્લ્ડકપ વિજેતા ભારતને રૂ.125 કરોડના ઈનામની BCCI ની જાહેરાત

Back to top button