ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

મિડરેન્જ સેગમેન્ટમાં Xiaomi અને OnePlusને પછાડવા આવી રહ્યો છે Nothing Phone 2a

Text To Speech

19 ફેબ્રુઆરી, 2024: ટ્રાન્સપરન્ટ ફોન લોંચ કરી ટેક્નો ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી ‘Nothing’ કંપની ઓછી કિંમતે નવો ટ્રાન્સપરન્ટ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા ફોનનું નામ ‘Nothing Phone 2a’ છે, જે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કંપની આ ફોનને મિડ-રેન્જ સેગમેન્ટમાં લોન્ચ કરી શકે છે, જે ભારતીય સ્માર્ટફોન માર્કેટની મિડ-રેન્જ કંપનીઓ જેવી કે Xiaomi, Realme, Vivo, Oppo, Samsung, Motorola, Poco, Lava, સાથે સીધી ટક્કર આપશે. Infinix, Techno, અને OnePlus ને સખત કોમ્પિટીશન આપી શકે છે. જો કે, આમાંથી કોઈ પણ OnePlusની Nord સિરીઝને સૌથી મોટી કોમ્પિટીશન આપી શકે તેમ નથી, કારણકે OnePlusએ તેના પ્રીમિયમ ફોન્સ લૉન્ચ કર્યા પછી મિડ-રેન્જના ગ્રાહકો માટે Nord સિરીઝ પણ શરૂ કરી હતી.

થોડા દિવસો પછી Nothingએ તેના આગામી સ્માર્ટફોન Nothing Phone 2aની લોન્ચ તારીખની જાહેરાત કરી અને માહિતી આપી કે આ ફોન 5 માર્ચે લોન્ચ થશે. રિપોર્ટ અનુસાર, આ ફોનને તાજેતરમાં બેન્ચમાર્કમાં જોવામાં આવ્યો છે, જેમાં આ ફોનનો AnTuTu 10 સ્કોર 7,38,164 જોવા મળ્યો હતો જે Redmi Note 13 Pro+ અને OnePlus Nord CE 3ના AnTuTu સ્કોર કરતાં વધુ હતો. Nothing Phone 2aએ CPU, GPU, મેમરી અને યુઝર્સ અનુભવના સંદર્ભમાં ખૂબ જ સારો સ્કોર કર્યો છે.

Nothing 2a phone

પરફોર્મન્સમાં OnePlus અને Redmi કરતાં આગળ

Redmi Note 13 Pro Plus માં MediaTek Dimensity 7200 નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને OnePlus Nord CE 3 માં Qualcomm Snapdragon 782 5G નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ પરફોર્મન્સના મામલે આ બંને ફોનને કંઈ પાછળ છોડ્યું નથી. આ કારણોસર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમતની સિરીઝમાં Nothingનો નવો ફોન લૉન્ચ કરવામાં આવશે, પરંતુ પર્ફોમન્સની દ્રષ્ટિએ તે આ બંને કંપનીઓના ફોનને પાછળ છોડી શકે છે.

Nothing Phone 2aમાં MediaTek ડાયમેન્સિટી 7200 અલ્ટ્રા ચિપસેટ આપવામાં આવે તેવી અપેક્ષા છે. આ સિવાય આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઈંચની ફુલ HD પ્લસ OLED ડિસ્પ્લે હોઈ શકે છે. ફોનમાં 50MP મુખ્ય કેમેરા અને 50MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ હોવાની અપેક્ષા છે. આ સિવાય સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે

Back to top button