ટ્રેન્ડિંગમનોરંજન

જાણીતા બોલિવૂડ ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું નિધન, 15 દિવસથી હતા વેન્ટિલેટર પર

Text To Speech

વર્ષના અંતિમ દિવસોમાં બોલિવૂડની વધુ એક હસ્તીએ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે. ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું આજે અવસાન થયું છે.  જાણવા મળી રહ્યું છે કે તેઓ 3 ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નિતિન મનમોહનું 60 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. નિતિન મનમોહનું લાંબી માંદગીના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.

ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું અવસાન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 90ના દશકમાં સુપરહીટ ફિલ્મો આપનારા પ્રોડ્યુસર નીતિન મનમોહનનુ આજે નિધન થઈ ગયુ. નીતિન મનમોહને હાર્ટ એટેકને પગલે મુબઈની નીતિન મનમોહન કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યા તેમની તબિયત વધારે ખરાબ થતા તેમણે વેન્ટિલેટર રાખવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનુ અવસાન થયું છે.

નીતિન મનમોહન-humdekhengenews

મનોરંજન જગતમામ શોકનો માહોલ

જાણીતા ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનુ નિધન થતા મનોરંજન જગતમાં દુખનો માહોલ વ્યાપી ગયો છે. ફેન્સ સહિત બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ પણ પોસ્ટ કરીને નીતિન મનમોહનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

નીતિન મનમોહન પ્રોડ્યૂસ કરેલી ફિલ્મો

ફિલ્મ નિર્માતા નીતિન મનમોહન દિવંગત અભિનેતા મનમોહનના પુત્ર છે, જેમણે બ્રહ્મચારી, ગુમનામ અને નયા જમાના જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જ્યારે ફિલ્મ નિર્માતા નિતિન મનમોહનનેએ બાગી, લાડલા, ઇન્સાફ, બાત બન જાયે, બોલ રાધા બોલ, યમલા પગલા દિવાના, આર્મી સ્કૂલ, લવ કે લિએ કુછ ભી કરેગા, દસ, ચલ મેરે ભાઇ, મહા સંગ્રામ, દીવાનગી, નઇ પડોશન, અધર્મ, ના મીના ડીક, તથાસ્થુ, ટેંગો, જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.

આ પણ વાંચો : ચૂંટણી પંચના આ પ્લાનથી બદલાઈ જશે વોટિંગ સિસ્ટમ, સ્થળાંતર કરતા મતદારો કોઈપણ જગ્યાએથી કરી શકશે મતદાન

Back to top button